પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે મોરબી જિલ્લા કોંગ્રેસની સાઇકલ રેલી

કોરોના મહામારીને માર્ચ એપ્રિલ મહિનામાં લાગેલા લોકડાઉન સમયથી મોટા ભાગના ઉદ્યોગ ધંધા બંધ હાલતમાં છે અને જે ચાલુ છે તે પણ માત્ર ચાલુ રહેવા પૂરતું છે. એક તરફ બજાર હજુ પણ ઠપ્પ હાલતમાં છે જેમાં કારણે લોકોની રોજગારી છીનવાઈ છે. જે તે સમયે સરકારે એવો દાવો કર્યો હતો કે આ ટેક્સનો બોજ સામાન્ય જનતાને નહિ લાગે એટલે ભાવ વધારો થશે નહિ. 23 દિવસથી દેશભરમાં પેટ્રોલ, ડિઝલનો ભાવ સતત ઉચકાઈ રહ્યો છે. ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલનાં ભાવ કરતા ડિઝલનો ભાવ ઉંચો જતો રહ્યો હતો.

પ્રજાનું જીવન દુષ્કર બનાવવા માગતા હોવાનો આક્ષેપ
પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારો થવાને કારણે એક તો પેટ્રોલ ડિઝલ ભરવામાં વધુ રકમ ચૂકવવી પડે છે. જીવન જરૂર ચીજ લેવામાં વધુ રકમ ખર્ચવી પડતી હોવાથી લોકોની બચત પર અસર થતી હોવાંનાં આક્ષેપ સાથે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રમુખ અને ટંકારા ધારાસભ્ય લલીત કગથરાની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસનાં અગેવાનો અને કાર્યકરોએ નવા બસ સ્ટેશન સામે આવેલી સરદાર પટેલની પ્રતિમાએથી સાયકલ રેલી યોજી હતી. આ સાયકલ રેલી સાથે કોંગી આગેવાનો અને કાર્યકરો શહેરના મુખ્ય માર્ગ પર ફરી કલેક્ટર કચેરી પહોચી ગયા હતા અને આવેદન પત્ર આપી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સરકાર માત્ર પોતાની તિજોરી ભરવામાં રસ હોય અને પ્રજાનું જીવન દુષ્કર બનાવવા માગતા હોવાનો આક્ષેપ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોંગ્રેસે સાઇકલ રેલી યોજી કર્યો વિરોધ.


from Divya Bhaskar https://ift.tt/3gbryOi

Comments