ડાંગ જિલ્લામાં ગતરોજ રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે લોકાર્પણ કરાયા બાદ શુક્રવારે આહવા તાલુકાના બોરખલ ગામે પશુ સારવાર માટે ફરતુ પશુ દવાખાનું 1962 વાન ફાળવવામાં આવતા તેનું બોરખલ ગામે પશુપાલક અને અગ્રણી સુમિત્રાબેન દેશમુખના હસ્તે લોકાર્પણ કરી વાનને શ્રીફળ ધરી પૂજા-અર્ચના કરી સેવા માટે ખુલ્લી મુકાઈ હતી.
આ પ્રસંગે ગામના અગ્રણીઓ તેમજ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ડાંગ જિલ્લામાં કુલ 9 વાન ફાળવવામાં આવેલી છે, જે પૈકી ગતરોજ જિલ્લા સેવાસદનથી શુભારંભ થયો હતો. પશુધનના આરોગ્યની તકેદારી રાજ્ય સરકાર લઇ રહી છે ત્યારે 1962 નંબર ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી પશુ સારવાર માટે વેટરનરી ડોકટરની ટીમ વાન સાથે આવી પહોંચશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZgjQvp
Comments
Post a Comment