ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરવાના નામે ઠગાઈ

ઉત્રાણ ખાતે સ્વર્ગ સુમનમાં રહેતો ભાવીન ધીરૂભાઈ માણીયા યોગી ચોકમાં સીએસસી ચલાવે છે. તેમને એસબીઆઈ બેંકનું ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરવાનું હતું. તેની માહિતી મેળવવા 10 મહિના પહેલા એક વેબસાઇટ પર તમામ માહિતી ભરી મેઇલ કર્યો હતો. ત્યારે સામેથી ફોન આવ્યો હતો. ફોન કરનારે આધારકાર્ડ,ચૂંટણી કાર્ડ,વગેરેની વિગત માંગી હતી. ત્યાર બાદ પ્રોસેસિંગ ફી પેટે ધીરે-ધીરે 28700 રૂપિયા ગઠિયાએ ઓનલાઈન લીધા બાદ કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. વેબસાઈટનો કર્તાહર્તા કોલકાતાનો છે. ભાવીને તેના વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BR7T7y

Comments