મોરબીમાં સુપરવાઈઝર સાથે મારામારી કરનાર શિક્ષક સસ્પેન્ડ

ઈન્દિરાનગર પ્રા. શાળાના શિક્ષકે શિક્ષક સંઘનાં હોદાનો દુઉરપયોગ કરી ચાલુ પરિક્ષામાં સુપર વાઇઝર સાથે ગેરવર્તુણક કરી હતી. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે તે વખતે શિક્ષકને સસ્પેન્ડ કરાયા હતા અને ડીપીઈઓ દ્વારા તપાસ કરવામા આવી હતી. આ તપાસમાં શિક્ષકે સહયોગ ન આપતા ડીપીઓ કચેરી દ્વારા તેને આજે બરતરફ કરાયા હતા.

ગઈ 3 ડિસેમ્બરથી તેઓને સસ્પેન્ડ કરાયા હતા
મોરબી ઇન્દિરા પ્રાથમિક શાળા આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા રોહિતભાઈ આદ્રોજા ગત ડિસેમ્બર માસમાં પ્રાથમિક-માધ્યમિક પરીક્ષામાં અનધિકૃત રીતે પ્રવેશ કરી સરકારી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ સાથે મારામારી કરી સરકારી કામમાં રુકાવટ કરી હતી. ત્યારે જે તે કર્મચારી મારફત પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને ખાતાકીયરાહે પણ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ગઈ 3 ડિસેમ્બરથી તેઓને સસ્પેન્ડ કરાયા હતા.

કાયમી ધોરણે બરતરફ કરવામાં આવતા શિક્ષણ જગતમાં સોંપો
આ ફરજ સસ્પેસન પિરિયડ દરમિયાન તેઓને તાલુકા પ્રાથમિક શાળા શિક્ષણ અધિકારી કચેરી મોરબીમાં મુકાયા ત્યારથી લઈને અત્યાર સુધી પ્રાથમિક તપાસ અધિકારી અને ખાતાકીય તપાસ અધિકારી સમક્ષ રજૂ થવાની અનેક તકો આપેલી હોવા છતાં એક પણ વખત ઉક્ત કર્મચારી પોતાનો પક્ષ મુકવા કે ખુલાસો રજૂ કરવા માટે હાજર રહ્યા ન હતા. તપાસ સમિતિના અભિપ્રાય મુજબ ઉક્ત કર્મચારી દોષિત માલુમ પડ્યા છે. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તપાસ સમિતિના અભિપ્રાય મુજબ રોહિતભાઈ અદ્રોજાને તમામ સેવાઓ માટે કાયમી ધોરણે બરતરફ કરવામાં આવતા શિક્ષણ જગતમાં સોંપો પડી ગયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BTHjLe

Comments