શ્રમિકો પરત ફરતાં ઉત્તર ભારતથી આવતી તમામ ટ્રેન હાઉસફુલ

કોરોના મહામારીને પગલે લૉકડાઉન જાહેર થતા રાજ્યમાં તમામ ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા હતા. જેના કારણે લાખોની સંખ્યામાં બેરોજગાર થયેલા શ્રમિકો વતન જતા રહ્યા હતા. પરંતુ હવે અનલોક-1 જાહેર થયા બાદ રોજગાર ધંધા ફરીથી શરૂ થતા આ શ્રમિકો રોજગાર માટે વતનથી પરત ફરવા માંડ્યા છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ ગયેલા શ્રમિકો પરત ફરતા જૂનના અંતિમ દિવસોમાં તેમજ જુલાઈના પ્રથમ અને દ્વિતીય સપ્તાહ દરમિયાન અમદાવાદ આવતી તમામ ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે અને લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી રેલવે દ્વારા જુલાઈમાં કેટલીક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવે તેવી શક્યતા છે.

દેશમાં લોકડાઉન પછી અમદાવાદ સહિત દેશભરમાં વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવી આ શ્રમિકોને વતન પહોંચાડવામાં આવ્યા હતા. ફક્ત અમદાવાદથી જ 600 જેટલી મળી રાજ્યમાંથી 1200થી વધુ વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવવામાં આવી હતી. રેલવે અધિકારીના જણાવ્યા મુજબ હવે અનલોક જાહેર થયા બાદ રાજ્યમાં ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ થઈ રહ્યા છે. ત્યારે શ્રમિકોની ડિમાંડ થતા છેલ્લા એક સપ્તાહથી શ્રમિકોના પરત ફરવાની સંખ્યામાં ધરખમ વધારો થતાં રેલવે વિશેષ ટ્રેનો દોડાવી શકે છે.

અમદાવાદ આવતી ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ

ટ્રેન સીટ સ્લીપર થર્ડએસી સેકન્ડ એસી
ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ 79 374 42 19
મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ 100 359 48 26
સાબરમતી એક્સપ્રેસ 78 256 28 8
હાવડા એક્સપ્રેસ 37 213 34 14
આશ્રમ એક્સપ્રેસ 87 211 40 14


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
All the trains coming from North India are full when the workers return


from Divya Bhaskar https://ift.tt/2NCDyMH

Comments