ગરાડુમાં જમીનના ભાગ મુદ્દે પરિવાર વચ્ચે ડખો

ગરાડુના રામસીંગભાઇ ચારેલ તથા પત્ની બાળકો સાથે ઘરે હતા. તે વખતે રાત્રીના જયરાજભાઇ ચારેલ, દામાભાઇ ચારેલ, તેજસ્વીબેન ચારેલ તથા લીલાબેન ચારેલ તેઓના ઘરેથી રામસીંગને ગાળો બોલી કહેતા હતા કે તુ કેવો જમીનનો ભાગ અમારી પાસે માંગે છે કહી ગાળો બોલતા હતા. જેથી રામસીંગ તેમના ઘરે જઇ તમે કોને ગાળો બોલો છો કહેતા જયરાજ દામા ઉશ્કેરાઇ જઇ લાકડી માથા મારી દીધી હતી. તેમજ ડાબા હાથે લાકડી મારતા નીચે પડી ગયા હતા. ત્યારે તેજસ્વીબેને પકડી ગેબી માર મારતાં રામસીંગે બુમાબુમ કરતા પત્ની લલીતાબેન છોડાવવા વચ્ચે પડતાં દામા ખેતાએ તેના લાકડાનું પાટીયુ મારેતાં ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન બુમાબુમ કરતાં રામસીંગના પરિવારના સભ્યો આવતાં હુમલાખોરો જાનથી મારીશુ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. આ સંદર્ભે રામસીંગભાઇ ચારેલે બે મહિલા સહિત ચાર સામે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2NwKVoW

Comments