સોમનાથ મહાદેવ મંદિર તા. 19 માર્ચ થી 7 જુન સુધી યાત્રિકો માટે બંધ રાખવામાં આવ્યું હતું. જેને લીધે સોમનાથ ટ્રસ્ટની આવકમાં પણ ધરખમ ઘટાડો થયો હતો.સોમનાથ ટ્રસ્ટની મુખ્ય આવક ગોલખબોક્ષ, ભોજનાલય, ગેસ્ટહાઉસ, લાઇટ એન્ડ સાઇન્ડ શો, પ્રસાદી, સાહિત્ય, પુજા વિધી સહિતની આવક હોય છે. પણ કોરોના વાયરસની મહામારીમાં સોમનાથ ટ્રસ્ટની આવક પર અસર જોવા મળી છે.
સરકારની ગાઇડલાઇન પ્રમાણે સોમનાથ મંદિર તા. 8 જુનથી ખોલવામાં આવ્યું છે. 42,784 યાત્રિકોએ સોમનાથ મહાદેવદાદાના દર્શન કર્યા છે. પણ ભીડ ઓછી હોવાને લીધે સોમનાથ ટ્રસ્ટની આવકમાં વધારો જોવા નથી મળતો. 24 જુન 2020 સુધી ટ્રસ્ટની આવક રૂ. 31 લાખ 85 હજાર થઇ છે. ગત વર્ષે જુન 2019 માં આ આવક રૂ. 3 કરોડ 14 લાખ થઇ હતી. આમ ટ્રસ્ટની આવકમાં ધરખમ ઘટાડો થયો છે.દરમ્યાન કોરોના વાયરસની લડાઇ માટે ટ્રસ્ટે મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 કરોડ રૂપિયા આપ્યા છે. તો 600 થી વધુ પરીવારોને રાશનકીટનુ વિતરણ, હરતું ફરતું ભોજનાલય જેવા સેવાકાર્યો શરૂ કરાયા હતા. આમ મંદિર ખુલ્યા બાદ યાત્રાળુઓ ઓછા જોવા મળી રહ્યો છે.
સોમનાથ મંદિરે વેકેશનની ભીડ આ વખતે ન થઈ
માર્ચમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થયા બાદ સોમનાથમાં યાત્રિકો વધુ આવે છે. પણ આ વખતે કોરોના વાયરસના કારણે વેકેશનમાં સોમનાથ મહાદેવનાં દર્શને લોકો ફરવા આવી શક્યા નથી. તો ચૈત્ર અને વૈશાખ મહિનામાં પિતૃતર્પણ માટે પણ લોકો નથી આવ્યા. લોકડાઉનને લીધે રેલ્વે વ્યવહાર બંધ છે. એસટી બસમાં સોમનાથ આવતા યાત્રિકોની સંખ્યા પણ ખુબ ઓછી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/388DihR
Comments
Post a Comment