સંમતિ છતાં ચીનની આડોડાઈ ચાલુ, પેંગોંગ ત્સોથી હજુ પાછળ હટ્યું નથી

ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદને ઉકેલવા માટે બંને દેશોની સેનાએ મંગળવારે લેફ્ટનન્ટ જનરલ સ્તરની મંત્રણા યોજી. તેમાં પૂર્વ લદાખના અથડામણવાળા સ્થળેથી સેના ઘટાડવાની પ્રવૃત્તિઓને અંતિમ સ્વરૂપ આપવા અંગે ચર્ચા થઈ. ભારત તરફથી 14 કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ, જોકે ચીન તરફથી તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટ મેજર જનરલ લિયુ લિન સામેલ થયા હતા.

સરકાર સૂત્રો મુજબ આ બેઠક પૂર્વ લદાખમાં એલએસી નજીક ભારતીય ક્ષેત્રમાં સ્થિત ચુશુલ સેક્ટરમાં થઇ હતી. અગાઉ બે વખત 6 અને 22 જૂને ચીનના હિસ્સાના મોલ્ડોમાં થયેલી મંત્રણામાં ભારતે યથાસ્થિતિ જાળવી રાખવા અને ગલવાન ખીણના પેંગોંગ ત્સો અન્ય અન્ય વિસ્તારોમાંથી ચીની સેનાને પીછેહઠ કરવાની વાત રજૂ કરી હતી. 22 જૂનની મંત્રણામાં બંને પક્ષ અથડામણવાળા તમામ સ્થળેથી પોત-પોતાની સેન પાછી ખસેડવા સંમત થયા હતા. સૂત્રો મુજબ ચીને પેંગોંગ ત્સોથી પીછેહઠ કરવા સંમતિ દર્શાવી હતી પણ તેણે આવું ન કર્યુ.

ચીને હવે ભૂતાનની જમીન પોતાની ગણાવી, થિમ્પુનો સ્પષ્ટ ઇનકાર
ચીને હવે ભૂતાન સાથે પણ સરહદ વિવાદ શરૂ કરી દીધો છે. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાયેલી ગ્લોબલ એન્વાયોમેન્ટ ફેસિલિટીની વર્ચ્યુઅલ મિટીંગમાં ચીને ભૂતાનના ત્રાશિગાંગ જિલ્લામાં સકતેંગ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીને મંજૂરી આપવામાં વાંધો લીધો છે. ચીને દાવો કર્યો છે કે આ જમીન વિવાદિત છે. જીઆઈએફની મિટીંગ દુનિયાભરમાં ચાલી રહેલા પર્યાવરણીય પ્રોજેક્ટને ભંડોળ આપવાના નિર્ણય માટે મળી હતી. પરંતુ ચીને વાંધો લેતા ભંડોળની ફાળવણી થઈ શકી નહોતી. જો કે ભૂતાન સરકાર તરફથી થિમ્પુએ ચીનના દાવાનો વિરોધ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3geMKD6

Comments