દાહોદમાં સાત મહિનાથી હાઇવે ઉપર પડેલા ખાડાના સમારકામનો અભાવ

દાહોદ પ્રવેશદ્વાર ગણાતા ગોધરા રોડ સ્થિત મુવાલિયા ક્રોસિંગ પાસે સાત માસ ઉપરાંતથી સમારકામના અભાવે પડેલ ખાડા થકી ધમધમતા હાઇવે ઉપર ફરી સર્જાય તેવી સ્પષ્ટ સંભવનાઓ છતાંય તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. કેન્દ્રીય વિદ્યાલયની બિલકુલ સામેના ભાગે આવેલ આ રસ્તે લગભગ સાત માસ અગાઉ માલ ભરેલી એક ટ્રક પુરપાટ આવતી હતી ત્યારે જ આ રસ્તે અગાઉ પડેલા એક સાવ નાનકડા ખાડામાં તે અટવાઈ જતા તેનો સામાન બીજી ટ્રક લઈને રવાના કરી અને ટ્રકને મોટો ખર્ચ કરીને સમારકામ કરવાની ફરજ પડેલી. ત્યારે તંત્ર દ્વારા ટ્રક દ્વારા મોટા પડેલા ખાડાને સત્વરે પગલાં ભરીને સમારકામ કરવા બદલે આળસ દાખવવામાં આવતા ચોવીસ કલાક ધમધમતા હાઇવે પર બે થી ત્રણ ફૂટ ઊંડા ખાડાને લઈને વાહનચાલકોને પસાર થવામાં ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. હાઇવે ઉપર પુરપાટ આવતા વાહનચાલકોને ખાડો જોવાતા અચાનક બ્રેક મારતાં ક્યારેક અકસ્માત થાય તેમ લાગી રહ્યું છે.

ભવિષ્યમાં મોટો અકસ્માત સર્જાવાની દહેશત
હાઇવે ઓથોરિટી દ્વારા વ્યસ્ત માર્ગોનું સમારકામ નહીં કરતા અનેક નાના અકસ્માતો સર્જાયા છે અને કોઈક દિવસ મોટો અકસ્માત થાય તેવી સંભાવના સ્પષ્ટ વર્તાઈ રહી છે. હાલમાં સાત માસ જેટલા સમય બાદ પણ આ રસ્તો મોટા ખાડાના કારણે આવાગમન કરતા વાહનો માટે જોખમી બની રહ્યો છે ત્યારે સત્વરે તેને દુરસ્ત કરવામાં આવે લાગણી પ્રવર્તી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દાહોદમાં ચોવીસ કલાક ધમધમતા હાઇવે પર ખાડાના સમારકામના અભાવે અકસ્માતનો ભય


from Divya Bhaskar https://ift.tt/3g1XlRV

Comments