ઘોઘંબાના શનિયાડા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

ગોધરા એલસીબી પોલીસ ઘોઘંબા તાલુકાના શનીયાડા ચોકડી પાસે વાહન ચેકીગની કામગીરી કરતા હતા દરમ્યાનમાં રાણાદેવ રોડ તરફથી એક સીલ્વર કલરની મારૂતી કાર શનીયાડા ચોકડીએ નાકાબંદી કરી પોલીસે કારમાથીં વિદેશી દારૂના પ્લાસ્ટકીના કવાટરીયાઓ નંગ- 339, રૂ.28815 અને કાર મળીને કુલ રૂ. 1.28 લાખનો મુદ્દામાલ પકડી પાડી અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.ગોધરા તાલુકાના પરવડી ગામના નાડીવાડ ફળીયામાં રહેતા પ્રવિણ ઉર્ફે પનીયો દીપકભાઇ પટેલ તથા તેની પત્ની કૈલાશબેન મારૂતી ૮૦૦ ફન્ટી કાર માં વિદેશી દારૂનો જથ્થો લઇ શનીયાડા ચોકડી થઇને ગોધરા આવવા નીકળતા બાતમીથી એલસીબીના સ્ટાફે શનીયાડા ચોકડી ઉપર નાકાબંધી કરી પ્રવિણભાઇ ઉર્ફે પનીયો દીપકભાઇ પટેલ તથા કૈલાશબેન તે પ્રવિણભાઇ ઉર્ફે પનીયો દીપકભાઇ પટેલ ને પકડી પાડી પતિ પત્નીની પુછપરછ કરતાં આ વિદેશી દારૂ અરવિંદભાઇ સવજીભાઇ કોળી પટેલ રહે. કાળી ડુંગરી જોરા ફળીયુ તા.દેવગઢ બારીયા જી. દાહોદેથી લાવ્યા હોય ત્રણે વિરુદ્ધ દામાવાવ પોલીસ મથકે ગુનો નોધી કાર્યવાહી કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2YF7fmt

Comments