મોરબીમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓ વિફરી, પાલિકાને ઘેરી

શહેરનાં વિવિધ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી વિતરણ કરાતું હતુ પરંતુ તે પાણી અપૂરતું અથવા અનિયમિત હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. તો લાયન્સનગર વિસ્તારમાં તો પીવાનું પાણી આવતું જ ન હોવાની ફરિયાદ ઉઠી છે. ચિત્રાનગર વિસ્તારમાં પાલિકાનાં કર્મચારીઓ દ્વારા જાણી જોઈને પાણી વિતરણ ન કરી કૃત્રિમ પાણીની અછત ઉભી કરવામાં આવી રહી હોવાનો તેમજ પાલીકાનાં ડોર ટુ ડોર વાહનો કચરો લેવા ન આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

પાણી નહિ મળે તો ઉગ્ર વિરોધની ચીમકી આપી
આ મુદે ચિત્રાનગર વિસ્તારની મહિલાઓ પાલિકા કચેરીએ રજુઆત કરવા પહોંચી હતી. પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હતા જેથી પાલિકા કર્મીઓએ હેડ કલાર્કને તેમની રજુઆત આપી જવા સુચનાં આપી હતી. જેથી મહિલાઓએ પણ જ્યાં સુધી પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર ન આવે ત્યા સુધી પાલીકા કચેરીએ જ બેસવાની જીદ પકડી હતી. પાલીકા કર્મીઓની વિનંતી તેમજ પાણી વિતરણ સમયસર કરાવી આપવાની ખાતરી મળતા અંતે હેડ ક્લાર્કને લેખિત રજુઆત કરી હતી. તો મોરબીના બાયપાસ વિસ્તારમાં આવેલા લાયન્સનગરની મહિલાઓ પણ એક મહિનાથી તેમનાં વિસ્તારમાં પીવાનું પાણી ન આવતું હોવાની ફરિયાદ સાથે પાલિકા કચેરી આવી હતી અને લેખિત રજુઆત કરી. પાણી નહિ મળે તો ઉગ્ર વિરોધની ચીમકી આપી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3if8Hnu

Comments