બાવકામાં જંગલ ખાતાની જમીનમાં વાવેતર કરતાં લાકડીઓ વડે હુમલો

દાહોદ તાલુકાના બાવકા ગામના વડાબુંદ ફળીયામાં રહેતા કાળુભાઇ બચુભાઇ પરમાર તા.21ના રોજ પરિવારના સભ્યો સાથે ફળિયામાં આવેલ જંગલ ખાતાની રે.સ.નં. 358 વાળી જમીનમાં વર્ષોથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેતી કરતા હતા. ત્યારે ફળિયામાં રહેતા રાકેશ ભુરીયા, સુનીલ ભુરીયા, રાકેશ અમલીયાર, મલસીંગ ભુરીયા હાથમાં લાકડી લઇ કાળુભાઇનો પરિવાર મકાઇનું વાવેતર કરતાં હતા ત્યાં આવી ગાળો બોલી કહેવા લાગ્યાં કે આ જમીન જંગલ ખાતાની છે તમો કેમ વાવણી કરો છો આ જમીનમાં અમો ઢોરો ચરાવીએ છીએ તમારે અહી ખેતી કરવા દેવાના નથી. જેથી સામાવાળાએ આ જમીન જંગલ ખાતાની અમોને આપેલ છે તેમ કહેતા ચારેય જણા ઉશ્કેરાઇ જઇ હાથમાની લાકડી કાળુભાઇને નાક ઉપર મારી લોહી નિકાળી દીધુ હતું. કુટુંબી વહુ સુમીબેન દિનેશભાઇ ભુરીયાને બરડાના ભાગે લાકડીઓ મારી હતી. રાકેશ પાંગળા અમલીયાર તથા મલસીંગ રામસિંગ ભુરીયાએ વસનીબેન, હિમચંદભાઇ તથા સમસુભાઇને ગડદાપાટુનો મારમારતાં બુમાબુમ કરતાં લોકોએ દોડી આવી છોડાવતાં ચારેય જણા ધમકીઓ આપતા જતા રહેતાં વસનીબેન કાળુભાઇ પરમારે ચારેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં જેસાવાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BHUIWD

Comments