શાકભાજીની આવક ઘટતાં ભાવ ભડકે બળ્યા

પોરબંદરની શાકભાજી માર્કેટમાં શાકભાજીના કિલોગ્રામના ભાવ રૂ.૮૦ થી રૂ.૨૫૦ સુધી પહોંચી જતા, ગૃહણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. શાકભાજી મોંઘાદાટ થઇ જતા લોકડાઉનની મંદી વચ્ચે ‘પડ્યા પર પાટુ’ જેવો ઘાટ સર્જાયો છે.કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉન અને ચોમાસાની મૌસમને લીધે પોરબંદરમાં શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. જેના લીધે પોરબંદરના લોકો મોંઘવારીના અજગર ભરડામાં ભરડાઇ રહ્યા છે. લોકોની રોજ-બરોજની અતિ જરૂરીયાત એવા શાકભાજીના ભાવ પોરબંદરની માર્કેટમાં કિલો દીઠ રૂ.૮૦ થી રૂ.૨૫૦ સુધી પહોંચી ગયા છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ ‘હવે તો શું રાંધીને ખાવુ ?’ તેની ચિંતામાં મૂકાઇ ગયા છે.

પોરબંદરની માર્કેટમાં ભીંડા રૂ.૬૦ ના કિલોગ્રામ તો ગુવાર રૂ.૮૦ નો કિલોગ્રામ, એક કિલો રીંગણાના રૂ.૪૦, જ્યારે લીલા મરચા રૂ.૮૦ ના કિલો અને ચોરાફળી રૂ.૧૨૦ ની કિલો અને સૌથી શિરમોર કંટોલાનો ભાવ તો કિલોના રૂ.૨૫૦ સુધી પહોંચી ગયો છે. જ્યારે કે ટીંડોળા રૂ.૬૦ ના, પત્તાકોબી રૂ.૨૦ ની કિલો જ્યારે આદુ રૂ.૮૦ નો કિલો, ગલકા રૂ.૪૦ ના કિલો, ટીંડોળા રૂ.૬૦ ના કિલો તો અને બટેટા રૂ.૩૦ ના કિલો થઇ જતા શાક લેવા જનારની રાડ ફાટી જાઇ છે. શાકભાજી અતિશય મોંઘા થવાને લીધે લોકોનો માસિક ખર્ચ સવાયો થઇ ગયો છે.

શું કહે છે ગૃહિણી ?
^ શાકભાજીના ભાવ ખૂબ જ વધી ગયા છે, કોઇપણ શાક લેવા જાઇએ તો અત્યારે રૂ.૬૦ થી રૂ.૮૦ નુ એક કિલોગ્રામ લેવું પડે છે. જેમાં મરી-મસાલા અને તેલની ગણતરી કરવા જઇએ તો ઘરમાં ૩ જણાનું શાક રૂ.૧૨૦ માં બને છે અને એક વ્યકિતના શાકનો વાટકો રૂ.૪૦ નો પડે છે. જેના લીધે ઘર ચલાવવું મુશ્કેલ લાગી રહ્યુ છે.> જયશ્રીબેન, ગૃહણી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વાવણી શરૂ થઇ જતાં શાકભાજીની આવક ઘટી


from Divya Bhaskar https://ift.tt/31tGUtC

Comments