પાણી બગાડવાની ના પાડતાં એકને પાવડો મારતા ઘાયલ

ખલતાગરબડીના ગોબરભાઇ ભુરીયા તથા ભાઇ સુરસીંગભાઇ ભુરીયાના સંયુક્ત માલિકીના કુવા ઉપર આવેલ પાણીની ટાંકીમાં ઢોર ઢાંખરને પીવા માટે પાણી ભર્યું હતું. સુબેશ અનસીંગ વાખલા તથા તેનો પિતા અનસીંગ રામુ વાખલા આ ટાંકીમાં ભરેલા પાણીનો બગાળ કરતા હતા. જેથી ગોબરભાઇનો ભત્રીજો વિજય ભુરીયા તેમને જણાવેલ કે તમો ટાંકીના પાણીનો બગાડ નહી કરતો તેમ કહેતા બન્ને પિતા-પુત્ર વિજયને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને આ કુવો અમારો છે તુ કેમ અમને ના પાડે છે તેમ કહેતા વિજયએ બુમાબુમ કરતાં ગોબરભાઇ દોડી આવી ઝઘડો કરવાની ના પાડતા સુબેશે પાવડો પીઠના પાછળના ભાગે મારી દેતા ચક્કર ખાઇ નીચે પડી ગયા હતા. બન્ને પિતા પુત્ર જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ સંદર્ભે ગોબરભાઇ મડીયાભાઇ ભુરીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3eG5yuN

Comments