કાેરાેનાની હાફ સેન્ચ્યુરી , અમેરલી જિલ્લામાં વધુ ત્રણ કેસ, લાઠીમાં જમાઇ બાદ સસરાનાે રીપાેર્ટ પણ પાેઝિટીવ
લાેકડાઉનના 50 દિવસ સુધી અમરેલી જિલ્લામા કાેરાેનાનાે એકેય કેસ બહાર આવ્યાે ન હતાે. પરંતુ 13મી મેએસુરતથી આવેલા વૃધ્ધાનાે પ્રથમ કેસ સામે આવ્યા બાદ માત્ર 43 દિવસમા જ કાેરાેનાએહાફ સેન્ચ્યુરી પુરી કરી છે. આજે અમરેલી જિલ્લામા વધુ ત્રણ પાેઝીટીવ કેસ સામે આવ્યા હતા. લાઠીમા જમાઇ બાદ સસરાનાે રીપાેર્ટ પણ પાેઝીટીવ આવ્યાે છે.
પાછલા કેટલાક દિવસાેથી કેસમા સતત ઉછાળાે આવી રહ્યાે છે.
અમરેલી જિલ્લામા કાેરાેનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ખાસ કરીને આજે કાેરોનાએહાફ સેન્ચ્યુરી ફટકારતા ચિંતા વધી છેે. શરૂઆતના તબક્કે કાેરાેનાના કેસ ધીમેધીમે બહાર આવતા હતા. પરંતુ પાછલા કેટલાક દિવસાેથી કેસમા સતત ઉછાળાે આવી રહ્યાે છે. જેને પગલે આજે કુલ કેસની સંખ્યા 52 પર પહાેંચી ગઇ છે. આજે અમરેલી જિલ્લામા વધુ ત્રણ કેસ બહાર આવ્યા હતા. અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામે ભાજપ આગેવાનનાે કેસ બહાર આવ્યા બાદ આજે લાઠીમા રહેતા તેમના 73 વર્ષીય સસરાનાે રીપાેર્ટ પણ પાેઝીટીવ આવ્યાે છે. બંને ભુરખીયા મંદિરે એકસાથે થાળ કરવા માટે ગયા હતા અને બાદમા આખાે દિવસ સાથે રાેકાયા હતા.
આવી જ રીતે ખાંભા તાલુકાના રાણીંગપરા ગામના 42 વર્ષીય યુવાનનાે રીપાેર્ટ પણ પાેઝીટીવ આવ્યાે છે. આયુવાન ગત 22જુનના રાેજ સુરતથી પાેતાના વતનમા આવ્યાે હતાે. આવી જ રીતે સાવરકુંડલા તાલુકાના નેસડી ગામનાે 30 વર્ષીય યુવાન 22 જુને મુંબઇથી વતનમા આવ્યાે હતાે અને ગઇકાલે તબીયત લથડતા અમરેલી સિવીલમા ખસેડાયાે હતાે. જયાં તેનાે કાેરાેના રીપાેર્ટ પાેઝીટીવ આવ્યાે છે. આમ અમરેલી જિલ્લામા અત્યાર સુધીમા કાેરાેનાના 52 કેસ નાેંધાયા છે. કાેરાેના જે ઝડપે અમરેલી જિલ્લામા આગળ વધી રહ્યાે છે તે ચિંતાજનક છે.
હાલમાં 23 દર્દી સારવાર હેઠળ
અમરેલી જિલ્લામા કાેરાેનાના નાેંધાયેલા 52 કેસ પૈકી 24 દર્દી સારવાર દરમિયાન સાજા થઇ જતા તેમને રજા આપી દેવાઇ છે. જયારે 5 દર્દીનુ માેત થયુ હતુ. હાલમા 23 દર્દીને જુદીજુદી હાેસ્પિટલમા સારવાર આપવામા આવી રહી છે.
પરિવારમાં એકથી વધુ લાેકાે બની રહ્યાં છે સંક્રમિત
માત્ર જાહેર સ્થળાે પર જ નહી પરંતુ પરિવારના લાેકાેએપણ સાવચેતી અને અંતર રાખવાની કેટલી જરૂર છે. તે વાત એક જ પરિવારમાથી એકથી વધુ કેસાે સામે આવતા હાેય સ્પષ્ટ થઇ રહી છે. અમરેલીમા વૃધ્ધા અને તેના તબીબ પુત્રનુ કેારેાનાથી માેત થયુ હતુ. અમરેલીમા અવધ રેસીડેન્સીમા પિતા પુત્ર, ધારીના ભાડેરમા પિતા પુત્ર, લાઠીમા પિતા પુત્ર અને હવે જમાઇ અને સસરાના પાેઝીટીવ કેસ એકસાથેબહાર આવ્યા છે.
શા માટે છે જાેખમી સ્થિતિ ?
{ ભરતસિંહ સાેલંકીના સંપર્કમા આવેલા જિલ્લાના ધારાસભ્યાે કવાેરેન્ટાઇન નથી થયા પ્રજાની વચ્ચે છેે.
{ ભુરખીયા મંદિરે થાળમા ભાગ લેનારા સસરા, જમાઇ પાેઝીટીવ બાકીના લાેકાે ખુલ્લા ફરે છે.
{ સાવરકુંડલામા પાર્ટી કરનાર બે વેપારી પાેઝીટીવ બાકીના ખુલ્લા ફરે છે.
{ લાઠીમા શિક્ષક પાેઝીટીવ, અગાઉ શાળાએપણ જતા હતા. તેમના સંપર્કમા આવેલા શિક્ષકાેએછાત્રાેને પાઠય પુસ્તકનુ વિતરણ કર્યુ.
{ સંક્રમિતાેના સીધા સંપર્કમા આવેલા લાેકાેના ટેસ્ટ તંત્ર કરતુ નથી. તબીયત બગડે તાે જ ટેસ્ટ કરાઇ છે.
{ કાનાતળાવ આશ્રમના ઉષામૈયા પાેઝીટીવ, આશ્રમમા માેટી સંખ્યામા ભાવિકાે આવતા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BFxkJ8
Comments
Post a Comment