દાહોદના પશુ દવાખાનામાંથી ચોરી કરી સ્વિપરે કમ્પ્યૂટર નદીમાં નાખ્યું

દાહોદ શહેરના પશુ દવાખાના અને એક મોબાઇલની દુકાનમાં ચોરી થઇ હતી. શહેર પોલીસને આ બંને ઉકેલવામાં સફળતા મળી છે. દુકાનમાંથી આઠ મોબાઇલની ચોરી કરનાર યુવક ઝડપાયો હતો સાથે પશુ દવાખાનામાં ચોરી કરનાર સ્વીપરે તો કમ્પ્યુટર સહિતનો સામાન નદીમાં નાખી દીધો હોવાનું ખુલતાં ખળભળાટ મચ્યો હતો. દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયશરની સુચના અને ના.પો.અધિ. કલ્પેશચાવડાના માર્ગદર્શનમાં દાહોદ શહેરમાં પીઆઇ વી.પી પટેલે વાહન ચોરીના તથા ઘરફોડ ચોરીના ગુના અટકાવવા ટીમ બનાવી હતી. ત્યારે ચાર દિવસ પૂર્વે દાહોદ અનાજ માર્કેટમાં આવેલ પશુ દવાખાનામાં થયેલી ચોરીની તપાસ દરમિયાન પશુ દવાખાનામાં સ્વીપર તરીકે ફરજ બજાવતા કમલેશ મીઠાલાલ પારગીની શંકાના આધારે ઘનિષ્ઠ પુછપરછ કરાઇ હતી. તેણે જ પશુ દવાખાનામાંથી કોમ્પ્યુટર તથા બે સરકારી ઇલેક્ટ્રીક ચાર્જીંગ વાળી ફાનસની ચોરી કરી તેણે સામાન નદીમાં નાખી દીધો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ફાયરની મદદ લઇને નદીમાંથી મુદ્દામાલ કઢાવી દવાખાનામાંથી ચોરી કરેલો 10,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ સાથે શહેરના સ્ટેશન રોડ ઉપર એક્સિક બેંકની બાજુમાં આવેલી મોબાઇલની દુકાનનું શટર તોડીને આઠ મોબાઇલની ચોરી કરનારા બસ સ્ટેન્ડ યાદવ ચાલના પ્રકાશ મોહનલાલ યાદવની ધરપકડ કરીને તેની પાસેથી મોબાઇલ જપ્ત કરાયા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The sweeper stole from the veterinary hospital in Dahod and threw the computer into the river


from Divya Bhaskar https://ift.tt/3eGJlgb

Comments