પોરબંદરનાં તીર્થ સ્થાનોની માટી અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે મોકલવામાં આવી

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ચાલુ થયેલ છે ત્યારે મંદિરના પાયામાં જુદા જુદા તીર્થસ્થાનોની માટી નાખવામાં આવે છે ત્યારે પોરબંદર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી શેષ મઠ શીંગડા કે જેનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે, કહેવાય છે કે શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે અહીં શૃંગી ઋષિ તપ કરતા ત્યાં આ જગ્યાએ વિશ્રામ કરેલો જેથી આ શીંગડા ગામ નું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે,અને અહીં રામાનંદ સંપ્રદાય ની જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય સ્થાપિત આચાર્ય પીઠ આવેલી છે, જ્યાં વિશાળ મંદિર છે જેમાં માધવરાય અને કલ્યાણરાયજી ની ઉભી મૂર્તિઓ છે, પોરબંદર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ભીમભાઈ ભુતીયા, રમેશભાઈ ભુતીયા રમણીકભાઈ કુબાવત સહિતનાઓએ અહીંના જાનકી બાગ તેમજ ગૌશાળાની માટી એક બરણીમાં ભરેલ અને આ માટીનું વિધિવત પૂજન શીંગડા ગોપાલજી મંદિરના મહંત રામ આચાર્યજી ના શિષ્ય સર્વેશ્વર મહારાજના શુભ હસ્તે કરવામાં આવેલ.

આ તકે શીંગડા ગામના ગ્રામજનો તેમજ સત્સંગ મહિલા મંડળ હાજર રહેલ. ત્યારબાદ બગવદર આવેલ પ્રખ્યાત સૂર્ય રન્નાદે મંદિરની પવિત્ર માટી એકઠી કરવામાં આવેલ આ તકે સૂર્ય રન્નાદે મંદિરના પૂજારી મહેશભાઈ દ્વારા વિધિવત પૂજન કરવામાં આવેલ. આમ શીંગડા ગામના ગોપાલજી મંદિર ના જાનકી બાગની માટી તેમજ બગવદર સૂર્ય રન્નાદે મંદિરની માટી અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે મોકલવામાં આવેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The soil of the pilgrimage places of Porbandar was sent for the construction of Ayodhya Ram temple


from Divya Bhaskar https://ift.tt/3g8ehpQ

Comments