મોરબીમાં ઘર પાસે કચરો નાખવા બાબતે પડોશીઓ બાખડી પડ્યા

મોરબીનાં વાવડી રોડ વિસ્તારમાં આવેલા એક ઘર પાસે રાખેલ કુંડીમા ઘરનો કચરો નાખવા મુદે બે પાડોશીઓ બાખડી પડ્યા હતા.ઘટના અંગે યુવાને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બનાવની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરનાં વાવડી રોડ પર આવેલા ઉમિયા પાર્ક નજીક સ્વાતિ પાર્કમાં રહેતાં વિશાલભાઇ મહેન્દ્રભાઇ ગોહીલની પાડોશમાંસાગરભાઇ ભાઇલાલભાઇ, સારંગભાઇ ભાઇલાલભાઇ,કરણભાઇ, હર્ષદભાઇ આજુ બાજુમા રહેતા હોય ફરીયાદી વિશાલ ભાઈના ઘર પાસે ઘરનૉ કચરો નાંખવાંની કુંડી હોય જેમા આરોપીઓની પત્નીઓ એઠવાડ નાંખતા હોય. જેથી, ફરીયાદની પત્નીએ એઠવાડો નાંખવાની ના પાડતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તારી પત્ની તારા ઘર પાસે રાખેલ એઠવાડાની કુંડીમા એઠવાડો નાંખવાની કેમ ના પાડે છે તેમ કહી ફરીયાદીને ગાળો આપી આ ચારેય આરોપી ઉશ્કેરાઇ જઇ માર માર્યો હતો. આ ચારેય આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3i6qLQM

Comments