બોર્ડર પર શહીદ થયેલા જવાનોને મોરબીમાં શ્રદ્ધાંજલિ

ચાઈનાં બોર્ડર ખાતે થયેલી ભારત ચાઇનના સૈનિકોની અથડામણમાં 20 જેટલા જવાન શહીદ થતા કોંગ્રેસ દ્વારા દેશ ભરમાં શાહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે મોરબીમાં પણ જિલ્લા કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે આવેલી સરદાર પટેલ પ્રતિમા નજીક બોર્ડર પર શહીદ થયેલા વીર જવાનોને શ્રધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ મોરબી જિલ્લા કોગ્રેંસના આગેવાનોએ શહીદ અમર રહોના નારા લગાવી વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

પાકિસ્તાન તરફથી પણ થતા ગોળીબારમાં પણ ભારતના જવાન શહી
હાલમાં ભારત ચીન સરહદ પર ચાલી રહેલા વિવાદમાં ભારતના 20 જેટલા જવાન શહીદ થયા હતા બીજા મોરચે પાકિસ્તાન તરફથી પણ થતા ગોળીબારમાં પણ ભારતના જવાન શહીદ થઈ રહ્યા છે .ત્યારે મોરબીમાં જિલ્લા કોંગ્રેસે બોર્ડર પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના નવા બસ સ્ટેન્ડ. સામે આવેલી સરદાર પટેલની પ્રતિમાં સામે શહિદ જવાનોને કોંગી અગવાનો. અને કાર્યકરો દ્વારા ફૂલહાર અને મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધાજલી આપવામાં આવી હતી. બોર્ડર પર શહીદો થયેલા વીર જવાનોને શ્રદ્ધાજલી આપવા માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી, કે.પી.ભાગીયા, કે. ડી. બાવરવા, કે.ડી.પડસુબિયા સહિતના અનેક કોંગ્રેસના અગ્રણીઓ અને જિલ્લા પંચાયતના સદસ્યો તથા કાર્યકરોએ હાજરી આપીને ભારતીય સેનાના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ દેશના બોર્ડર પર શહીદ થયેલા વીર જવાનો અમર રહો અને ચાઈના હાય હાયની કાર્યકરોએ નારેબાજી લગાવી હતી.

ફૂલહાર, મીણબત્તી પ્રગટાવી શહીદોને યાદ કર્યા
મોરબી બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમાં પાસે જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ફૂલહાર અપર્ણ શ્રદ્ધાંજલી આપી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tribute to the soldiers who were martyred at the border in Morbi


from Divya Bhaskar https://ift.tt/2Vnd99W

Comments