ચીનથી આયાત થતી મશીનરીઓને અટકાવી સ્વદેશી તૈયાર કરો: ફોગવા

થોડા દિવસ પૂર્વે લદ્દાખની ગલવાન વેલી ખાતે ચીન દ્વારા કરાયેલા હુમલામાં ભારતના જવાનોએ શહીદી વહોરી હતી. જેના ભાગરૂપે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકી દીધો છે. ત્યારે આ એપની જેમ જ ચીનથી આયાત થતી ટેક્સટાઈલ મશીનરીને અટકાવી ભારતમાં મશીનરીનું ઉત્પાદન કરી આત્મનિર્ભર બનવા રજૂઆત કરી છે.દિવાળી પૂર્વે ટેક્સટાઈલ મંત્રી ઈરાનીએ ઈન્ડિજીનિયસ ટેક્સટાઈલ મશીનને પ્રોત્સાહન મળે અને વિદેશી આયાત અટકે તે માટે સૂચન કર્યુ પણ પછી કોઈ ચર્ચા થઈ નથી.

હાલ 90 ટકા ચાઈનીઝ મશીનરીનો ઉપયોગ

માત્ર મોબાઈલ એપ પર પ્રતિબંધ મુકવાથી કોઈ ફાયદો થશે નહીં. સરકારે ચાઈનાથી ભારતમાં આયાત થતી તમામ ચીજવસ્તુ પર રોક લગાવવી જોઈએ. સુરતના કાપડ ઉદ્યોગમાં 6.50 લાખ વીવીંગ અને 1.25 લાખ એમ્બ્રોઈડરીના યુનિટ છે. આ એકમોમાં ઉપયોગમાં લેવાતી 90 ટકા મશીનરી ચાઈનીઝ છે. હાલમાં સુરતમાં જ 60 હજાર વોટરજેટ, 2 હજાર એરજેટ અને 1.25 લાખ જેટલાં એમ્બ્રોઈડરીના ચાઈનીઝ મશીનો છે.-અશોક જીરાવાલા, પ્રમુખ, ફોગવા

દેશમાં હાઈટેક મશીનરીનું ઉત્પાદન થતું નથી

ચાઈના ઉપરાંત યુરોપ,જર્મની અને જાપાનથી મશીનો બને છે. યુરોપ, જર્મની અને જાપાનની મશીનરી ચાઈનાની સરખામણીએ મોંઘી છે. ભારતમાં હજુ હાઈટેક મશીનરીનું ઉત્પાદન થઈ રહ્યું નથી, તેથી ચાઈનાથી મશીન આયાત કરવી પડે છે. જોકે, લૉકડાઉન બાદ મશીનરીનું ઈમ્પોર્ટ અટકી ગયું છે- મહેન્દ્ર કુકડીયા, મશીનરીની સેક્ટર સાથે સંકળાયેલા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/31ycqqs

Comments