પુણાની શાળામાં સરકારી કોલેજ શરૂ કરવા માંગ

વરાછામાં સરકારી કોલેજના મકાનની ‌વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પુણામાં આવેલી સુમન શાળામાં કોલેજ શરૂ કરવાની કાર્યવાહી કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગીયાએ કુલપતિને આવેદન આપી જણાવ્યું કે, કોલેજના બાંધકામ માટે જગ્યાનો પ્રશ્ન હોવાથી કોલેજ શરૂ કરવા માટે સમસ્યા ઉભી થઇ છે. જેથી પુણામાં આવેલી સુમન હાઇસ્કૂલ શાળા નં.18માં સરકારી કોલેજ શરૂ કરી શકાય તેમ છે. આ શાળામાં પાંચ ક્લાસરૂમ, ઓફિસ, સ્ટાફરૂમ, હોલ અને પાર્કિંગની સુવિધા છે. કોલેજ શરૂ કરી શકે તેવી સુવિધા હોવાથી કોલેજ શરૂ કરવા કાર્યવાહીની માંગ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BRBZI3

Comments