મોરબી જિલ્લામાં વધુ બે કેસ પોઝિટિવ આવ્યા, તંત્ર હરકતમાં

મોરબી જિલ્લામાં ગુરુવારે કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં હળવદના ચરાડવાનાં દેવીપૂજક વાસમાં રહતા એક આધેડની તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હળવદ તાલુકા હેલ્થ વિભાગ મોરબી જિલ્લાની હેલ્થ વિભાગની ટીમ હળવદ પાલિકા સહિતની ટીમ દોડી ગઈ હતી. આધેડની ટ્રાવેલ હિસ્ટરી સામે આવી ન હતી પણ આધેડ તેના અમદાવાદનાં સંબંધીનાં સંપર્કમાં અવ્યા હોય અને તેના ચેપ લાગ્યા હોવાની શન્કા સેવાઇ રહી છે. જ્યારે મોરબીના મહેન્દ્ર પરામાં રહેતા આમદભાઈ જુમાંભાઈ નામના વૃદ્ધને તાવ શરદીની ફરિયાદ થતાં સેમ્પલ લેવાયા હતાં અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સાંજે વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં એક દિવસમાં બીજો કેસ નોંધાયો હતો.

4 ઘર કેન્ટેઇનમેન્ટ જયારે 142 ઘરનો બફર ઝોનમાં સમાવેશ
આધેડનો કોરોના રિપોર્ટ પોઝટિવ આવતા કેસનું પ્રમાણ વધે નહિ અને કોરોના દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકોમાં કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર આપી શકાય તેમજ અન્ય વિસ્તારોમાં રહેતા લોકો આ વિસ્તારમાં જાય તો તેમને સંક્રમિત થતા અટકાવવા 4 ઘરનાં 22 લોકોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહર કરી તે વિસ્તારમાં આડશ મૂકી હતી, તો આ વિસ્તારમાં નજીક આવેલા રજપૂત શેરી, ભરવાડ વાસ વગેરે 142 મકાનમાં રહેતા 726 લોકોને બફર ઝોનમાં રાખવામાં આવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મહેન્દ્રપરામાં સેનિટાઇઝેશન કરાયું


from Divya Bhaskar https://ift.tt/2Yzq22M

Comments