ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ગલવાન ઘાટીમાં ચીન સામે લડતા શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. લદ્દાખ નજીક ગલવાન ઘાટીમાં ચીન અને ભારત દેશની સેના વચ્ચે સીમા બાબતે અથડામણમાં આપણા દેશના 20 સૈનિકો શહીદ થયા હતા. એવા વીર સૈનિકોને નમન કરી દેશની સરહદની રક્ષા કરવા માટે વીરગતિ પામ્યા એવા દેશ માટે બલિદાન આપનારા અમારા દેશના સૈનિકોને નમન કરીએ છીએ ત્યાગ અને દેશ માટે જે બલિદાન એમને આપ્યુંએ ભૂલી શકાય એમ નથી. ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તરફથી સૈનિકોને વંદન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે ચીન દેશની સીમા બાબતની દાદાગીરી સામે ભારતીય સૈન્યને અમારા ઉમરપાડા કોગ્રેસ પરિવાર તરફથી સમર્થન આપીએ છીએ. છેલ્લા બે મહિનામાં ચીન પેગોંગ તળાવ કબજે કર્યુ છે. આ પ્રસંગે હરીશ વસાવા નટવરસિંહ ,અજીતભાઈ વસાવા, રામસિંગભાઈ, અશોકભાઈ અને કોંગ્રેસી કાર્યકરો હાજર રહીને વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2B4Owbi
Comments
Post a Comment