દાહોદમાં તમાકુ મામલે આડેધડ દંડના ઉઘરાણાથી હોબાળો

દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ અધિનિયમનો ભંગ કરનાર વેપારીઓને દંડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત શનિવારે દાહોદ શહેરમાં આરોગ્ય વિભાગના નિયત કરેલા કર્મચારીએ પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી શરૂ કરીને વેપારીઓને 100થી 3000 રૂપિયા સુધીની દંડની પાવતી પકડાવી હતી.

પડાવ વિસ્તારમાં વેપારીઓ વિફરતા પોલીસ દોડી આવી
આ ઉપરાંત તેમની દુકાનોમાંથી નોંધ કર્યા વગર આડેધડ મુદ્દામાલ જપ્ત કરીને સાથે લાવેલી એમ્બ્યુલન્સમાં ભરતાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ વાત આખા શહેરમાં વાયુવેગે પ્રસરી ગઇ હતી. પડાવ વિસ્તારમાં ગયેલી ટીમે પણ આ પ્રકારે કરતાં ભેગા થયેલા વેપારીઓએ હોબાળો કર્યો હતો. વાત એટલી વધી ગઇ હતી કે એક તબ્બકે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસને દોડી આવવુ પડ્યુ હતું. આખા શહેરના વેપારીઓ પડાવમાં ભેગા થઇને પડાવ ચોકીએ ધસી ગયા હતાં. ઘટના પગલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં.
આગેવાનો વચ્ચે પડ્યા બાદ જે વેપારીઓ પાસેથી સામાન લીધો હોય તે પરત આપવાની અને જેમને પહોંચ ન આપી દંડ લીધો હતો તેમને રૂપિયા પરત આપવાની ખાત્રી અપાતા અંતે મામલો થાળે પડ્યો હતો. માત્ર એક કર્મચારીની હરકતને કારણે આખા આરોગ્ય વિભાગને બદનામ થવું પડ્યુ હતું.

વેપારીઓ દુકાનના સીસીટીવી ફુટેજ બતાવવા તૈયાર થયા
ખોટી રીતે સામાન કબજે લીધો ન હોવાની એક વાતના પગલે વેપારીઓ પોતાની દુકાનના સીસીટીવી ફુટેજ બતાવવા તૈયાર થયા હતાં. કોઇ વેપારીએ 1 હજાર તો કોઇ વેપારીઓ 10 હજારનો સામાન જપ્ત થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In Dahod, the tobacco case is rampant with the collection of haphazard fines


from Divya Bhaskar https://ift.tt/3dFtzAH

Comments