પૈસા માટે આજે માણસ કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે

તપોવન સંસ્કારધામ સ્થિત પૂ. ગુરૂમૈયા પંન્યાસપ્રવર ચંદ્રશેખરવિજયજી મહારાજના શિષ્ય પૂ. પંન્યાસ પદ્મદર્શનવિજયજી અને પંન્યાસ રાજરક્ષિતવિજયજી મ. આદિ શ્રમણવૃંદના સાનિધ્યમાં સંયમ સાધનાની સોહામણી ક્ષણો પસાર થઈ રહી છે. પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે વિચાર સંગોષ્ઠિ દરમિયાન જણાવ્યું હતું કે, સંસ્કૃતિ અને સદાચારોની સુવાસ થકી હિન્દુ રાષ્ટ્ર સમગ્ર વિશ્વમાં મહાન છે.

ગુજરાતી ભાષામાં જે નમ્રતા હતી તેના બદલે અંગ્રેજી ભાષાનો અહંકાર ડગલેને પગલે જોવા મળે છે.

ઔચિત્ય, વિનય, વિવેક અને વકીલો પ્રત્યેનું બહુમાન આ દેશમાં જે રીતે જોવા મળે છે તે બીજે ક્યાંય જોવા મળે નહીં. અન્ય દેશો સંપત્તિની દૃષ્ટિએ કદાચ આગળ હોઈ શકે છે પણ સંસ્કારોની દૃષ્ટિએ તો ભારત દેશની ભવ્યતાને કોઈ પહોંચી નહી શકે એ વાત પત્થર લખાયેલા શબ્દો જેવી છે. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી પશ્ચિમના વિલાસી વાવાઝોડાએ સંસ્કારો ઉપર હુમલા કર્યા છે. ગુજરાતી માતૃભાષાના હડહડતા અપમાનના કારણે ગુજરાતી ભાષા મરવા પડી છે. અંગ્રેજો ભલે અહીંથી દરિયાપાર થયા છે પણ અંગ્રેજી કલ્ચર અને અંગ્રેજી ભાષા મુકતા ગયા છે. અંગ્રેજી ભાષાની તોછડાઈના કારણે મા-બાપ, વડીલો અને સાધુ-સંતો પ્રત્યેનો અનાદરભાવ વધતો ગયો છે. ગુજરાતી ભાષામાં જે નમ્રતા હતી તેના બદલે અંગ્રેજી ભાષાનો અહંકાર ડગલેને પગલે જોવા મળે છે. આપણા સામાજીક વ્યવહારો અને અધ્યાત્મિક પરંપરાઓનો સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કરશું તો સમજાઈ જશે કે આપણે સરળતા અને સહજતાનો છેદ ઉડાડી રહ્યા છીએ. અત્યારે સર્વક્ષેત્રે કેન્દ્ર સ્થાનમાં ‘પૈસો’ ગોઠવાયો છે. પૈસા માટે આજનો માણસ કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પૈસાને જો પ્રેમ કરતા રહેશે તો પ્રમાણિકતા અને વિશ્વસનીયતા ગુમાવી બેસશો. જીવનમાં સફળ થવા માટે વ્યક્તિગત તેમજ વ્યવસાયિક જીવનમાં શક્તિ અઅને નબળાઈનું સચોટ પૃથ્થકરણ કરતા રહેવું બહુ જરૂરી છે. જો તમારી ભીતરમાં પૂર્વની જીવનશૈલી જીવંત હશે તો જ સદાચારમય જીવન બનશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2YGq2hz

Comments