એન્ટી વાઈરલ કાપડ તૈયાર પણ ટેસ્ટિંગની સુવિધા ન હોય જર્મની સુધી લંબાવવું પડે છે

ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મે માસમાં ચેમ્બર સહિતના શહેરના ટેક્સટાઈલ આગેવાનો સાથે વેબિનાર થકી ચર્ચા કરી ઉદ્યોગકારોને ઈનોવેશન કરવા પ્રોત્સાહન આપી કોઈ તકલીફ પડે ત્યાં સરકાર બેઠી છે, તેવું સૂચન કર્યુ હતું. હવે જ્યારે શહેરના કાપડ ઉદ્યોગકારો ઈનોવેશન કરી રહ્યા છે ત્યાં તેમને સરકાર તરફથી મદદ મેળવવા પણ રાહ જોવી પડી રહી છે.

જુલાઈથી કોઈમ્બતુર સ્થિત સીટ્રા(સાઉથ ઈન્ડિયા ટેક્સટાઈલ રિસર્ચ એસોસિએશન)માં સર્ટીફિકેશન કરાશે

સુરતના ઉદ્યોગકારો દ્વારા લોકડાઉનમાં માસ્ક અને પીપીઈ સુટ તૈયાર કરાયા હતા. જોકે, તે સમયે પણ સુરતની મંત્રાને તેનું સર્ટીફિકેશન કરવા માટે પરવાનગી આપવા રજૂઆત કરાઈ હતી. જે આજદિન સુધી મળી નથી. સુરતના કાપડ ઉદ્યોગકારો એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ કપડું બનાવતાં થયા છે. તો તેમણે સીધું જર્મની જઈને તેનું સર્ટીફિકેશન કરાવવું પડે છે. સુરતના એક ઉદ્યોગકાર નામ નહીં આપવાની શરતે જણાવે છે કે, અમે કાપડ પર પ્રોસેસ કરીને એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ કાપડ બનાવી લીધું છે. જેનું ટેસ્ટીંગ અને સર્ટીફિકેટ કરનાર સંસ્થા વિશે પુચ્છા કરતા કોઈ જવાબ નહીં આવતાં અમે જર્મનીમાંથી સર્ટીફિકેશન કરાવ્યું છે.જુલાઈથી કોઈમ્બતુર સ્થિત સીટ્રા(સાઉથ ઈન્ડિયા ટેક્સટાઈલ રિસર્ચ એસોસિએશન)માં સર્ટીફિકેશન કરાશે.મંત્રાના ચેરમેન રજનીકાંત બચકાનીવાલાએ કહ્યું કે, અમારી પાસે કાપડ ટેસ્ટીંગની સુવિધા છે, પરંતુ એનએબીએલનું ઈન્સ્પેક્શન બાકી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/31zTjvY

Comments