નવસારી સયાજી રોડ વિસ્તારના હનુમાન મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં છેલ્લા કેટલાય સમયથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવવાથી પાલિકાના વોટર વિભાગ સામે સ્થાનિકોએ રાવ કરી છે.
સવારે 5.30 વાગ્યાના અરસામાં આવતું પાલિકા દ્વારા પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત આવે છે
નવસારી પાલિકા હદ વિસ્તારમાં આવેલી કેટલીય સોસાયટીમાં છેલ્લા કેટલાય વખતથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવવાના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. સયાજી રોડ વિસ્તાર પાસે આવેલા હનુમાનજી મંદિરના એક એપાર્ટમેન્ટમાં છેલ્લા કેટલાય વખતથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. સવારે 5.30 વાગ્યાના અરસામાં આવતું પાલિકા દ્વારા પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત આવે છે. આ બાબતે પાલિકામાં વારંવાર ફરિયાદ કરવા છતાં પણ વોટર વર્કસ વિભાગ દ્વારા કોઈ પણ યોગ્ય કાર્યવાહી ન કરાતા લોકો હાલ પાલિકાની કામગીરીને લઇને ફિટકાર વરસાવી રહ્યા છે. નવસારી પાલિકા હદમાં કેટલીક સોસાયટીમાં સતત આવતા આવા ગંદા પાણીના કારણે લોકો હવે ત્રસ્ત થઈ ગયા છે ત્યારે ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તે બાબતને ધ્યાનમાં રાખીને પાલિકાએ યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકોમાં રાવ ઉઠી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CLyraQ
Comments
Post a Comment