હીરા એકમોમાંથી કિંમતી વસ્તુઓ લેવા લોકોની ભીડ, મહિધરપુરા-વરાછાના રસ્તા બ્લોક થયાં

કતારગામ, વરાછા તેમજ મહિધરપુરાને ફરીથી સોમવારે મોડી સાંજે ક્લસ્ટર ઝોન તરીકે જાહેર કરી મહિધરપુરા અને વરાછા મીની બજાર વિસ્તારમાં બેરીકેટ્સ મુકીને રસ્તો બ્લોક કરાયો. તે પૂર્વે પૂર્વે ઓફિસો અને સેફ્ટી વોલ્ટ્સમાં મુકેલું પોતાનું જોખમ ઉપાડવા માટે વેપારીઓ તેમજ કારખાનેદારોએ ભીડ કરીને સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉદાડી દીધા છે. પાલિકા દ્વારા ફરી હીરા બજારો બંધ કરી દેવાતાં મહિધરપુરા સહિતના અન્ય વિસ્તારોના એકમધારકોએ પાલિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે.

બંધ સિવાયના વિકલ્પો વિચારવાની જરૂર હતી

હીરા ઉદ્યોગમાં ફેક્ટરીઓ કે જ્યાં એક સાથે રત્નકલાકારો નજીકમાં બેસીને કામ કરે છે, તેને બંધ કરીને માર્કેટ વિસ્તાર ચાલુ રાખી શકાતું હતું.- પ્રવિણ નાણાવટી, માજી પ્રમુખ, સુરત ડાયમંડ એસોસિએશન

લેભાગુ વેપારી કે દલાલ હશે તે આ બંધની તકનો ફાયદો ઉઠાવીને જુના પેમેન્ટ માટે વેપારીને કકળાવશે. બંધ સિવાયના વિકલ્પો પર પણ તંત્રએ વિચારવાની જરૂર હતી.- કિર્તી શાહ,ચેરમેન,ચેમ્બર ડાયમંડ કમિટી

રત્નકલાકારો સાથે અહિત ન થાય તે જુઓ

ફરીથી એક અઠવાડિયા માટે હીરા ઉદ્યોગ બંધ થઈ જવાનો છે. ત્યારે રત્નકલાકારો સાથે અહિત નહીં થાય તે માટે ડાયમંડ વર્કર યુનિયને કલેકટર અને પાલિકા કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે કે, એકમો બંધ કરાવવાની જગ્યાએ ઉદ્યોગકારો અને પાલિકાના કર્મચારીઓની ટીમ બનાવીને સુપરવિઝન કરવાની જરૂર હતી. એકમો બંધ કરવાથી રત્નકલાકારો ફરી મુશ્કેલીમાં મુકાશે. તેમની સાથે ફરીથી અહિત નહીં થાય તે માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માઈક પર જાહેર કરાતી હોવા છતાં લોકોની ભીડ જામી હતી.


from Divya Bhaskar https://ift.tt/2NJ3XIL

Comments