ભરૂચ GNFCના બે કર્મચારીઓ સાથે ઓનલાઇન રૂા. 2.71 લાખની ઠગાઇ

ભરૂચ જીએનએફસીમાં ફરજ બજાવતાં એક સિનિયર મેેનેજર તેમજ એચઆર વિભાગમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં બે કર્મચારીઓને ગઠિયાઓએ ફોન પર સંપર્ક કરી 2.71 લાખનો ઓનલાઇન ચૂનો ચોપડ્યો હતો.ભરૂચ જીએનએફસીમાં એચઆર વિભાગમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં અને ગણેશકુંજ સોસાયટીમાં રહેતાં જયેશ રાણાની પુત્રી જ્હાનવીને તેના મિત્ર સંદિપ શર્માએ જણાવ્યું હતું કે,ઓએલએક્સ પર એવન પ્લસ મોબાઇલ રૂા. 9500માં કોઇએ વેચવા માટે મુક્યો છે. જેથી તેનો સંપર્ક કરતાં તેણે પોતાનું નામ સંજયસિંઘ વિરેન્દ્રસિંગ પોતે આર્મી મેન હોવાનું જણાવ્યું હતું. બાદમાં મોબાઇલ માટે કુરિયરના રૂપિયા ભરવાનું જણાવી 2.45 લાખ ઓનલાઇન ટ્રાન્સ્ફર કરાવી છેતરપિંડી કરી હતી.

બીજા બનાવમાં ભોલાવની ધર્મનગર સોસાયટીમાં રહેતાં અને સિનિયર મેનેજર હેમંત રામજી દમણિયાને ગત 4 મેના રોજ દિપક શર્મા નામના શખ્સે ફોન પર પેટીએમ અધિકારી તરીકેની ઓળખ આપી પેટીએમનું કેવાયસી અપડેટ કરવાનું છે કહીં એટીએમ કાર્ડના નંબર તેમજ સીવીવી નંબર મેળવી તેમના ખાતામાંથી કુલ 55 હજાર ઉપાડી લીધાં હતાં.બન્ને કિસ્સામાં સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3g84Wya

Comments