GSTની તમામ મુદત 31 જુલાઇ સુધી લંબાવાઇ

કેન્દ્ર સરકારે નોટીફિકેશન બહાર પાડીને 22 માર્ચ થી 30 જૂન 2020 સુધીમાં જીએસટી રિટર્ન સિવાયની તમામ મુદતો 31 જુલાઇ 2020 સુધી લંબાવામાં આવી છે. જેમાં રિફંડ માટેની સમયમર્યાદા જે 30 જૂન સુધીમાં પુરી થતી હોય તેને 31 જુલાઇ સુધી લંબાવામાં આવી છે. જે રિફંડ ડિપાર્ટમેન્ટ દ્વારા જુન મહિના સુધીમાં આપી દેવાના હતા. તે રિફંડ 31 જુલાઇ સુધી આપી શકાશે.

આમ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સમયમર્યાદામાં વધારો કરતા નોટીસો, રિફંડની પ્રોસેસ અને અપીલ કરવાની મુદત 31 જુલાઇ સુધી કરી શકાશે. જેથી કરદાતાઓ અને અધિકારીઓને વધારાનો સમય મળતા રાહત મળી છે. આ સમયમર્યાદાને કારણે જે કરદાતાઓ રિટર્ન અને કલેમ ફાઇલ નથી કરી શકયા તેઓ હવે ફાઇલ કરી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Zl2c9R

Comments