ખંભાળિયામાં ઓનલાઇન શિક્ષણનાે વિરોધ કરતા NSUI કાર્યકરોની અટકાયત

કોરોના મહામારીમાં હાલમાં પણ લોકડાઉન લાગુ હોવાથી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન શિક્ષણ ચલાવવામાં આવી રહ્યું છે.ત્યારે ઓનલાઇન શિક્ષણનું ડીંડક બંધ કરો,આરટીઇની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરો,પ્રથમ સત્રની ફી માફ કરો વિવિધ મુદ્દે ખંભાળિયા એનએસયુઆય કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણઅધિકારીની કચેરીના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું.થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કરતા કાર્યકરોની અટકાયત કરી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીને એનએસયુઆઈ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટ અપાયું
દ્વારકા એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ મુદાઓને ધ્યાને લઈ ખંભાળિયા સ્થિત જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.જ્યાં એનએસયુઆઈના કાર્યકરો દ્વારા થાળી- ચમચી વગાડી અનોખો વિરોધ કર્યો હતો. હાલ કોરોનાની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ગરીબ મધ્યમ વર્ગના લોકોના ધંધા રોજગાર મહદ્અંશે બંધ છે વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફી,આર. ટી. ઈ. ની પ્રવેશ પ્રકિયા ચાલુ કરવા, ફી માટે વાલીઓને દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા અને ઓનલાઈન શિક્ષણનું ડિંડક બંધ કરાવવા જિલ્લા શિક્ષણાધિકારીને એનએસયુઆઈ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટ અપાયું હતું. યોગ્ય નિર્ણય નહિં લેવાય તો શિક્ષણાધિકારીની કચેરી ખાતે તાળાબંધીનાની ચીમકી આપી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનમાં કોંગ્રેસના દેવુ ગઢવી, સુભાષ પોપટ, પ્રમુખ દાના માડમ, સંજય આંબલિયા, સાવન કરમુર, દેવર્ષિ જોશી, દેવાણંદ માડમ, હિતેષ નકુમ, ગોવિંદ આંબલિયા સહિતના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Detention of NSUI activists protesting online education in Khambhaliya


from Divya Bhaskar https://ift.tt/2Yy33F0

Comments