ડો.રૂસ્તમ સદરીની SGSUમાં બોર્ડ ઓફ ગવર્નસમાં નિમણૂંક

નવસારી જિલ્લાના વિવિધ રમત ગમત મંડળોમાં પ્રમુખ, મંત્રી અને સભ્યો તરીકે જોડાયેલા અને જે.ઝેડ.શાહ. આર્ટસ એન્ડ એચ.પી.દેસાઈ કોમેર્સ કોલેજ, અમરોલી ખાતે શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. રૂસ્તમ નરીમાન સદરીની ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગરની બોર્ડ ઓફ ગવર્ન્સ (સિન્ડીકેટ) સભ્ય તરીકે ત્રણ વર્ષ માટે ફરીથી રાજ્ય સરકારે નિમણૂંક કરી છે. ડો. રૂસ્તમ સદરીની સતત બીજી વખત નિમણૂંક થવા બદલ નવસારી જિલ્લા રમત ગમત મંડળ ના આચાર્ય બોમી જાગીરદાર, મંત્રી ડો. મયુર પટેલ, ડો. ભાવેશ દેવતા, સભ્યો અને રમતગમતપ્રેમીઓએ ડો. રૂસ્તમ સદરીને શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ બોર્ડ ઓફ ગવર્નસમાં વધુ સફળતા મેળવે તેવી લાગણી વ્યકત કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/384aPty

Comments