નર્મદાની કોવિડ હોસ્પિટલમાં 10 વેન્ટિલેટર શોભાના ગાંઠિયા બન્યાં

નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા પોઝિટિવ કેસોનો આંકડો 349 ને પાર થઇ ગયો છે. રોજ 40 થી 50 સેમ્પલોનું ટેસ્ટિંગ કરાતા 15 થી 20 કેસ પોઝિટિવ નીકળે છે. કોવીડ હોસ્પિટલમાં બેડ પણ વધારવામાં આવી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં કોરોનાના દર્દીઓની કાળજી લેવામાં કચાસ રખાતી હોવાની બુમો ઉઠી છે. એક વાર કોરોનાનો દર્દી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા પછી તેની તબિયત વધુ બગડે તો વેન્ટિલેટર ની જરૂરિયાત ઉભી થાય કે તરત વડોદરા રીફર કરી દેવામાં આવે છે. ત્યારે લાખોના ખર્ચે 10 વેન્ટિલેટરો મુક્યા છે.

આરોગ્યની ટીમ થોડી સુવિધા જાળવે તે જરૂરી બન્યું છે
આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ને વેન્ટિલેટર ની ખાસ તાલીમ આપી છે તો શુ કામની આ 10 વેન્ટિલેટરો હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. અમુક પરિસ્થિતિમાં તો “વેન્ટિલેટર” ઓપરેટ કરવા પ્રાઇવેટ ડોક્ટરની પણ મદદ લેવાય છે. કોવિડ હોસ્પિટલમાં ફક્ત એક જ ફિઝિશિયન છે. જેમનાથી આખું તંત્ર ચલાવવું મુશ્કેલ છે.બીજી બાજુ કોવિડ હોસ્પિટલના કર્મીઓ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ વચ્ચે સંકલનના અભાવે દર્દીઓ અટવાતા હોવાનું ચર્ચાઈ છે. હોસ્પિટલમાં સાફસફાઈ સંબંધિત ઘણી ફરિયાદો ઉઠી છે. દર્દીની તબિયત કેવી છે એની પરિવારને જાણકારી મેળવવા હેલ્પ ડેસ્કની જરૂરિયાત છે જે કાર્યરત નથી માટે જનતા ની સુવિધા અને સુરક્ષા માટે ખડે પગે કામ કરતી આરોગ્યની ટીમે થોડી સુવિધા જાળવે તે જરૂરી બન્યું છે.

હોસ્પિટલમાં હાલ 10 વેન્ટિલેટર ઉપલબ્ધ
રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે 10 જેટલા વેન્ટિલેટરો મુકવામાં આવ્યા છે પરંતુ જે ઓપરેટર ટીમ અભાવે મુશ્કેલી પડી રહી છે. વેન્ટિલેટર પર મુક્યા ત્યારેથી રાઉન્ડ ઘી ક્લોક ઓબ્ઝર્વેશન હોય જે માટે સ્ટાફ નથી એટલે તકલીફ છે. > ડો.જ્યોતિબેન ગુપ્તા, સિવિલ સર્જન, કોવીડ-19 હોસ્પિટલ

કોરોનામાં મૃત્યુ 7 પણ તંત્રના ચોપડે માત્ર એક નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે ફક્ત એક જ દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું જણાવાયું છે.પરંતુ રાજપીપળા માલી સમાજના અગ્રણી, રાજપૂત સમાજના અગ્રણીનું પણ કોરોનાથી મૃત્યુ થયું હોવાનું પરિવારજનો જણાવે છે. જ્યારે તંત્ર તે સ્વીકારતુ નથી. જિલ્લામાં અત્યારસુધી 7 લોકોના કોરોનાથી મોત થયા છે પરંતુ તંત્ર માત્ર એક જ વ્યક્તિનું બતાવી રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
At Kovid Hospital in Narmada, 10 ventilators became decorative knots


from Divya Bhaskar https://ift.tt/2P0pAVE

Comments