વેસુની રોયલ રેસીડેન્સીના 10માં માળે આગ લાગતા ભયનો માહોલ

શુક્રવારે રાત્રે વેસુના એક બહુમાળી બિલ્ડિંગના 10માં માળે એસીમાં શોર્ટસર્કિટથી આગ લાગતા સોફાસેટ અને લાકડાનું પાર્ટીશન બળી ગયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.આગ લાગતા બિલ્ડિંગની નીચે રોડ પરથી પસાર થતા લોકોમાં પણ ભય ફેલાયો હતો.ફાયર બ્રિગેડને કોલ મળતા જ વેસુ ઉપરાંત મજુરાનો ફાયર સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.વેસુના જુના સુડા આવાસ પાસે આવેલી રોયલ રેસિડેન્સીના 10માં માળે આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને રાત્રે 9 વાગ્યા આસપાસ મળ્યો હતો.ફાયરના કર્મીઓ ઘટના સ્થળે હાઇડ્રોલિક ક્રેઇન સાથે પહોંચી ગયા હતા.ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Fear of fire on the 10th floor of the Royal Residency in Vesuvius


from Divya Bhaskar https://ift.tt/2PfgMLG

Comments