અમદાવાદમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 25 હજારને પાર કરી ગયો છે. 17 માર્ચે શહેરમાં પહેલો આવ્યો હતો. લૉકડાઉનના 11 સપ્તાહમાં 11,848 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે મે મહિના બાદ અનલૉકની જાહેરાત પછી 8 સપ્તાહમાં એટલે કે 20 જુલાઈ સુધી 11,512 કેસ નોંધાયા છે. આમ લૉકડાઉન અને અનલૉકમાં કેસની સંખ્યા લગભગ સરખી રહી છે. અત્યાર સુધી કુલ 19,665 દર્દીઓ સાજા થઈ ગયા છે.
લૉકડાઉનમાં સૌથી વધુ 3288 કેસ મધ્ય ઝોનમાં જ્યારે દક્ષિણ ઝોનમાં 2601 કેસ હતા. અનલૉકમાં સૌથી વધુ 2016 કેસ પૂર્વમાં જ્યારે 1811 કેસ ઉત્તર ઝોનમાં નોંધાયા છે. લૉકડાઉનના અઢી મહિનામાં સૌથી ઓછા 533 કેસ ધરાવતા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અનલૉકના દોઢ મહિના દરમિયાન 1217 કેસ નોંધાયા છે.
શહેરમાં કુલ કેસના 42 ટકા કેસ મેમાં નોંધાયા હતા
| મહિનો | મધ્ય | પૂર્વ | ઉત્તર | ઉ. પશ્ચિમ | દક્ષિણ | દ. પશ્ચિમ | પશ્ચિમ |
| માર્ચ | 33 | 1 | 9 | 4 | 6 | 8 | 8 |
| એપ્રિલ | 878 | 118 | 119 | 41 | 566 | 50 | 152 |
| મે | 2377 | 1462 | 1872 | 355 | 2029 | 475 | 1302 |
| જૂન | 771 | 1446 | 1413 | 751 | 1059 | 702 | 1576 |
| જુલાઈ | 173 | 570 | 398 | 689 | 466 | 515 | 983 |
7 ઝોન પૈકી સૌથી વધુ કેસ મધ્ય ઝોનમાં 4225 કેસ
શહેરના સાત ઝોન પૈકી સૌથી વધુ કોરોનાના કેસ 4225 મધ્ય ઝોનમાં નોંધાયા છે. જ્યારે પૂર્વમાં 3572, ઉત્તરમાં 3800, ઉત્તર પશ્ચિમમાં 1804, દક્ષિણ ઝોનમાં 4107, દક્ષિણ પશ્ચિમમાં 1726 જ્યારે પશ્ચિમ ઝોનમાં 3965 કેસ નોંધાયા છે. આ મુજબ 20 જુલાઈ સુધી શહેરમાં કુલ 23199 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જો કે, જુલાઈ મહિનામાં તમામ ઝોનમાં કેસની સંખ્યા ઘટી હોવાનો દાવો મ્યુનિ. દ્વારા કરાયો છે.
હજુ પણ 3157 એક્ટિવ કેસ, સૌથી વધુ પશ્ચિમમાં
હજુ પણ વિવિધ હોસ્પિટલોમાં 3157 લોકો સારવાર હેઠળ છે. જેમાં મધ્ય ઝોનમાં 301, ઉત્તર માં 442, દ. પશ્ચિમમાં 478, પશ્ચિમમાં 540, ઉ. પશ્ચિમમાં 487, પૂર્વમાં 483 અને દક્ષિણ ઝોનમાં 426 સારવાર હેઠળ છે. સૌથી વધુ મૃત્યુ સિવિલમાં 628 જ્યારે એસવીપીમાં 225ના થયા છે. વિવિધ ખાનગી હોસ્પિટલોમાં પણ 364ના મૃત્યુ થયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jFiBiV
Comments
Post a Comment