સુમુલ ચૂંટણીમાં 11 ડિરેક્ટર રિપીટ કરવા હાઈકમાન્ડની ફોર્મ્યુલા

સૌથી વધુ ટર્નઓવર ધરાવતી દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીમાં ભાજપ સામે ભાજપના ઉમેદવારોની ચૂંટણી ટાળવા માટે હાઈકમાન્ડ દ્વારા 2 દિવસમાં 3 બેઠકો કરીને સમાધાનની ફોર્મ્યુલા આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યંુ છે. થનારી ચૂંટણીમાં સુમુલના 11 સિટીંગ ડિરેક્ટરોને રિપીટ કરવા માટે સમધાન ફોર્મ્યુલા રજૂ કરવામાં આવી છે.

હાઈકમાન્ડ તરફથી આ બેઠક પર એક ઉમેદવારને ટેકો અપાવી દેવા સૂચન કરાયું છે
હાલની ચૂંટણીમાં સુમુલના 10 સિટીંગ ડિરેક્ટરો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી ચોર્યાસી બેઠકના સિટીંગ ડિરેક્ટર અનંત પટેલે ચૂંટણી લડવા ઈન્કાર કરતાં તેમના સ્થાને રાજુ પાઠક જુથના સંદીપ દેસાઈ અને માનસિંહ પટેલ-ગણપત વસાવા જૂથના અજીત પટેલ ચૂંટણી લડી રહ્યા છે. હાઈકમાન્ડ તરફથી આ બેઠક પર એક ઉમેદવારને ટેકો અપાવી દેવા સૂચન કરાયું છે. જ્યારે માંડવી, મહુવા, ઉચ્છલ, નિઝર વ્યારા, ડોલવણ, સોનગઢ બેઠક પર કોંગ્રેંસ સમર્થન કરનાર અને અપક્ષના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકો પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેંસ અથવા અપક્ષ ઉમેદવારોની ચૂંટણી કરાવીને તે બેઠક પર પણ વર્ષ 2015 કરતાં વધુ બેઠકો 2020માં મેળવવા ભાજપ હાઈકમાન્ડે વ્યુહરચના ઘડી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ચૂંટણી લડી રહેલા ભાજપ સમર્થક જ બંન્ને જૂથોના આગેવાનોને સમાધાન કરવા માટે આદેશ અપાયો છે.

ચેરમેન-વાઈસ ચેરમેન માટે મેન્ડેટની સંભાવના
બે દિવસ પહેલાં ગણપત વસાવા-માનસિંહ પટેલ અને રાજુ પાઠક જૂથને પક્ષે નક્કી કરેલી ફોર્મ્યુલા જણાવી સિટીંગ સભ્યો સામે ટેકો અપાવવા અભિયાન શરૂ કરવાનું જણાવ્યું હોવાની વાત છે, ત્યારે ટેકો અપાવી ઉમેદવારને બેસાડી દેવાની જવાબદારી પણ જે તે ગ્રુપ અને જિલ્લા ભાજપના આગેવાનોને અપાઈ છે.આ ફોર્મ્યુલામાં કોઈ અવરોધ ઉભો નહીં થાય તો ભાજપના 11 સીટીંગ ડિરેક્ટરો પૈકી 10 ફરી સરળતાથી ચૂંટાઈ જશે. બાકીની 5 બેઠકો માટે સીધી સ્પર્ધા થાય તેમ છે. ચૂંટણી પછી સુમુલના ચેરમેન-વાઈસ ચેરમેન માટે મેન્ડેટ અપાય તેવી સંભાવના છે.

શુક્રવારે બારડોલીમાં સમાધાન બેઠક મળી
શુક્રવારે મોડી સાંજે બારડોલી ખાતે બંન્ને જુથોની સમાધાન મિટીંગ મળી હતી. જેમાં બંન્ને જુથોના આગેવાનો અને ઉમેદવારો હાજર રહ્યા હતા. જોકે, આ બેઠકમાં વાલોડ, કામરેજ અને મહુવા બેઠકના ઉમેદવારોએ સિટીંગ ડિરેક્ટરોને ટેકો આપવા માટે ઈન્કાર કર્યો હતો. તે પ્રમાણે પાઠક જૂથના સોનગઢ બેઠકના ઉમેદવાર અને માજી મંત્રી કાંતિ ગામિતે પણ સામે ઉભેલા અરવિંદ ગામીતને ટેકો આપવા માટે ઈન્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/39Lsuad

Comments