કોરોનાનો આંકડો 13 હજારને પાર, સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 9 હજારની નજીક પહોંચી

શહેરમાં 207 અને જિલ્લામાં 82 સાથે શહેર જિલ્લામાં બુધવારે 289 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે સુરતમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 13 હજારને પાર કરી 13108 થઈ ગઈ છે. બુધવારે સુરતમાં 11 કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. ગુરુવારે જિલ્લામાં મૃતાંક 100 પર પહોંચવાની સાથે સુરતમાં કોરોનાનો કુલ મૃતાંક 576 થયો છે.

બુધવારે શહેરમાં 172 અને જિલ્લામાં 73 દર્દીઓ સાથે સુરતમાં 245 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા અપાઈ છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ 8886 દર્દીઓ સાજા થયા છે. બુધવારે પાલિકાના ઈનચાર્જ જંતુનાશક અધિકારી, નવી સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલના તબીબ, જમીન દલાલ, વકીલ તેમજ નર્સ અને પાલિકાના કર્મચારીઓનો સમાવેશ થયો છે.

નવી સિવિલના બે તબીબ સહિત વધુ 6 તબીબ, બે નર્સ સંક્રમિત
નવી સિવિલના વધુ બે તબીબ, કતારગામના 1 તબીબ, મહાવીર હોસ્પિટલમાં ફરજ બજાવતા કતારગામના 1 તબીબ, વરાછામાં એક તબીબ તેમજ લિંબાયત વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા એક તબીબ સંક્રમિત થયા છે. જ્યારે રાંદેર વિસ્તારમાં રહેતા અને સ્મીમેરમાં ફરજ બજાવતા નર્સ, વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેરમાં ફરજ બજાવતા નર્સ અને રાંદેર ઝોનમાં ફરજ બજાવતા નર્સ પણ સંક્રમિત થયા છે.

પાલિકાના ઈ.ચા.જંતુનાશક અધિકારી સંક્રમિત
વરાછામાં રહેતા ઈન. જંતુનાશક અધિકારી સંક્રમિત થયા છે. બુધવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાઉથ ઝોન વિસ્તારમાં રહેતા કેમીકલના વેપારી સાઉથ ઝોન વિસ્તારમાં જ રહેતા લૂમ્સના વેપારી, વરાછા વિસ્તારમાં રહેતા લેસના વેપારી તેમજ લિંબાયત વિસ્તારમાં રહેતા ફર્નીચરના વેપારી પણ સંક્રમિત થયા છે.

વધુ 11 દર્દીઓનાં મોત, જિલ્લામાં મોતનો આંકડો 100 થયો
રૂદરપુરાના 56 વર્ષીય આધેડ, વેડરોડના 73 વર્ષીય વૃદ્ધ, વરાછાના 50 વર્ષીય આધેડ, અમરોલીના 49 વર્ષીય આધેડ, અમરોલીની 27 વર્ષીય મહિલા, વરાછાના 56 વર્ષીય આધેડ, અડાજણના 63 વર્ષીય વૃદ્ધા, સગરામપુરાના 77 વર્ષીય વૃદ્ધ, કામરેજના 65 વર્ષીય વૃદ્ધ, ઓલપાડના 43 વર્ષીય યુવક અને ઓલપાડના 62 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન બુધવારે મોત નિપજ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona's figure crossed 13 thousand, the number of patients recovering also reached close to 9 thousand


from Divya Bhaskar https://ift.tt/39EudxU

Comments