1304 ફ્લેટ ધારકોનું 8 કરોડનું ભાડું નહીં ચૂકવતા ઇજારદાર બ્લેકલિસ્ટ

કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઇજારદાર અમદાવાદની જે.પી. ઇસ્કોનને સ્થાયી સમિતિએ બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે સ્થાયી સમિતિમાં હિયરીંગ હતું. ઇજારદારે લેખિતમાં જણાવ્યું કે, મુળ શરત પ્રમાણે લાયબ્રેરીમાં વર્ટિકલ માત્ર કરાશે તથા ગ્રાઉન્ડ પ્લસ 2ની જગ્યાએ ગ્રાઉન્ડ પ્લસ 7 એના સિવાય કામ કરવા તૈયાર છું. સ્થાયીએ પૂછ્યું હતું કે ભાડું કેટલું બાકી છે? ત્યારે આઠ કરોડ બાકી હોવાનું કહ્યું હતું. હાલ એક મહિનાનું જ ભાડું ચુકવવા બાકી પછી ધીરે ધીરે ચૂકવવાનું ઇજારદારે જણાવ્યું હતું. તેથી એક મહિનાના ભાડામાં જોખમ લેવાય તેમ ન હોય સ્થાયી અધ્યક્ષ અનિલ ગોપલાણીએ ભાડું ચૂકવવું પડશે તેમ જણાવ્યું હતું, અને ઇજારદારને આખરે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

6 કરોડ ડિપોઝિટમાંથી ભાડું ચૂકવવામાં આવશે
સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું કે, ઇજારદારે પત્રમાં ભાડા ચૂકવવાનો ઉલ્લેખ કર્યો ન હતો, તેમજ ચૂકવવા બાબત ગલ્લાતલ્લા કરતો હોવાનું જણાતા તેને બ્લેકલિસ્ટ કરી દેવાયો છે. તેને ડિપોઝિટ જપ્ત કરી આ 6 કરોડ માંથી ભાડું ચૂકવવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2XtG7WT

Comments