રાફેલને લઈને અંબાલામાં કલમ 144, લોકોને કહ્યું- જોવા માટે ધાબે ના ચઢતા, ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

ભારતીય વાયુદળના સૌથી ઘાતક 5 રાફેલ યુદ્ધ વિમાન બુધવારે પ્રથમવાર દેશની ધરતી પર પહોંચશે. યુએઇના અલધાફરા એરબેઝથી ઉડ્ડયન કર્યા પછી આ વિમાન સીધા હરિયાણાના અંબાલા સ્થિત એરબેઝ પર લેન્ડ કરશે. બપોર સુધીમાં વિમાન પહોંચવાની ધારણા છે. 5 વિમાનમાંથી પ્રથમ વિમાનનું વાયુદળની 17મી ગોલ્ડન એરો સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર અને શૌર્યચક્ર વિજેતા ગ્રૂપ કેપ્ટન હરકીરતસિંહ લેન્ડ કરાવશે. ત્યારપછી બાકીના ચાર વિમાન લેન્ડ કરશે. આ પ્રસંગે વાયુદળના વડા આર.કે. ભદૌરિયા પણ હાજર રહેશે.

મકાનોની અંદરથી ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ

  • અંબાલા એરફોર્સ સ્ટેશનની આજુબાજુ કલમ 144 લાગુ કરાઈ છે.
  • એરફોર્સ સ્ટેશન સંબંધિત તમામ સ્થળે ફોટો લેવા પર પ્રતિબંધ
  • એરફોર્સ સ્ટેશનની નજીકના મકાનોની અંદરથી ફોટો નહીં લેવાય.
  • 3 કિલોમીટર સુધી ડ્રોન કેમેરાના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકાયો
  • એરફોર્સ સ્ટેશન તરફ જતા રસ્તા પર નાકાબંધ કરવામાં આવી.
  • શહેરમાં તમામ સ્થળે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફ્રાન્સની ટેન્કરે 30 હજાર ફૂટની ઊંચાઈએ રાફેલમાં ઇંધણ ભર્યું હતું.


from Divya Bhaskar https://ift.tt/2X6eNh1

Comments