ભુજ, મુંદરા અને નખત્રાણામાંથી 15 હજાર કિલો અખાદ્ય ગોળ મળ્યો , સાડા ચાર લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય દુકાન સંચાલકો સામે ગુનો

પશ્ચિમ કચ્છ પોલીસે દેશી દારૂના ઉપયોગમાં લેવાતો અખાદ્ય ગોળનો જથ્થો શોધવા માટે પોલીસ મેદાને ઉતરી હતી. રવિવારે એક જ દિવસમાં ભુજ, મુંદરા અને નખત્રાણામાંથી 15 હજાર કિલો ગોળનો જથ્થો મળી આવતા ત્રણેય દુકાન સંચાલકો સામે જુદા-જુદા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. એલસીબીની ટુકડીએ ભુજની જથ્થાબંધ માર્કેટમાં આવેલી દુકાન નંબર 2 મોમાય ટ્રેડર્સ નામની દુકાનમાં અખાદ્ય ગોળના જથ્થાની તપાસ માટે દરોડો પાડતા ગોડાઉનમાંથી અખાદ્ય ગોળનો 13,990 કિલો જથ્થો કિંમત રૂપીયા 4,18,700 રૂપીયાનો કબજે કરાયો હતો. દુકાન કબજેદાર દિનેશભાઇ ગંગદાસભાઇ ચૌધરી (ઉ.વ.28) (રહે. માધાપર નવાવાસ, મુળ સાંતલપુર, પાટણ)વાળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

પશ્ચિમ કચ્છ પોલીસની અખાદ્ય ગોળ વેચનારા પર રેઇડ કરવા સુચના હોવાથી મુંદરા પોલીસની ટુકડીએ ઝરપરા ગામે જય ખેતરપાળ દાદા પ્રોવીઝન સ્ટોર નામની દુકાનમાં જથ્થો હોવાની બાતમી આધારે દરોડો પાડયો હતો. સામત વિશ્રામ ગઢવી (રહે. ઝરપરા)વાળાની દુકાનમાંથી 550 કિલો અખાદ્ય ગોળની ભેલીઓ (કિંમત 8250)નો જથ્થો કબજે કર્યો હતો. દેશી દારૂના ઉપયોગ માટે અખાદ્ય ગોળનો જથ્થો લેવાતો હોવાથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ વીરાણી રોડ પર આવેલી દર્શન કિરાણા સ્ટોરમાં તપાસ કરતા મીત જશવંતભાઇ શાહ (રહે. ભુજ)વાળાના કબજામાથી 60 કિલો ગોળ (કિંમત 900) રૂપીયા આંકી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
15 thousand kg of inedible jaggery was found from Bhuj, Mundra and Nakhtrana


from Divya Bhaskar https://ift.tt/30OYrdB

Comments