ચોમાસાને બે માસ પૂર્ણ, જુલાઇમાં 1.7 ઇંચ વધુ વરસાદ, કુલ 31 ઇંચ

ચોમાસાની સિઝનના બે માસ પૂર્ણ થતાની સાથે જ શહેરમાં અત્યાર સુધીમાં મૌસમનો 31 ઇંચ (775 મીમી) વરસાદ વરસી ગયો છે. જે ગત વર્ષ કરતાં માત્ર 0.2 ઇંચ જ ઓછો છે. જ્યારે જુલાઇ માસમાં ગત વર્ષની સરખામણીએ 1.7 ઇંચ વધારે વરસાદ નોંધાયો છે. સમગ્ર જુલાઇ માસમાં 23.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જુલાઇ 2019માં 21.8 ઇંચ વરસાદ પડ્યો હતો. હાલની વરસાદની સ્થિતિ જોતાં આ સિઝનમાં પણ 100 ટકા વરસાદ થવાની સંભાવના વ્યકત કરાઇ રહી છે. શહેરમાં મૌસમનો સરેરાશ વરસાદ 54 ઇંચ જેટલો થાય છે. જેની સામે હાલમાં 31 ઇંચ એટલે કે 57 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.

આગામી બે દિવસ સામાન્ય વરસાદની વકી
હાલમાં સારા વરસાદ માટે કોઇ સિસ્ટમ નથી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી બે દિવસ શહેરમાં સામાન્ય વરસાદ થઇ શકે છે તેમજ અઠવાડિયા સુધી હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

કેટલો વરસાદ : સેન્ટ્રલ 31 { વરાછા-એ 26.3 { વરાછા-બી 25 { રાંદેર 24.8 { કતારગામ 30.4 { ઉધના 29.8 { લિંબાયત 26.3 { અઠવા 31.7

ઉકાઇ ડેમ 326.47 ફૂટ ઇનફલો-આઉટફલો

1000 ક્યુસેક (ભયજનક 345 ફૂટ)

કોઝવે : 5.74 મીટર (ભયજનક 6 મીટર)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33epX7h

Comments