ચેમ્બર પ્રમુખ 1 માસની રજા પર કાર્યવાહક પ્રમુખ તરીકે નાવડિયા

ચેમ્બરની મેનેજીંગ કમિટીના 102 સભ્યોએ રેક્વિઝીશન મિટીંગ બોલાવીને કોવિડની સ્થિતિ જ્યાં સુધી નિયંત્રિત થતી નથી ત્યાં સુધી ઈન્ટરીમ પ્રેસિડેન્ટ તરીકે દિનેશ નાવડિયાને સ્થાન આપવા તા.26મી જુલાઈએ ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈને પત્ર લખ્યો હતો. જેને પગલે બુધવારે મળેલી ઓનલાઈન મિટીંગમાં કાર્યવાહક પ્રમુખ તરીકે હાલના ઉપપ્રમુખ દિનેશ નાવડિયાની નિમણુંક કરાઈ છે. મિટીંગમાં થયેલા નિર્ણયમાં વર્તમાન પ્રમુખ કેતન દેસાઈએ 1 માસ માટે રજા મુકી હવે પછીની જવાબદારી કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાને સોંપવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું કે, અત્યાર સુધી સાર ઈન્ફ્રાકોનને સર્વાધિક ભાડૂ ચૂકવાયું છે. આ ઉપરાંત ચેમ્બરની એફડી પણ ડબલ થઈ છે. જૂના પેમેન્ટનું રિફંડ પણ આવ્યુંં છે, એક્ઝિબીશન સહિત 100 જેટલા વેબિનાર થયા છે ત્યારે ચેમ્બરના બંધારણીય હક પ્રમાણે એજીએમ કરવાની બાકી હોય તેમજ વાર્ષિક હિસાબોને બહાલી આપવાની બાકી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3ghpmVV

Comments