શહેર-જિલ્લામાં 2થી 4 ઇંચ વરસાદ ઉકાઇની સપાટી 325.65 ફૂટે પહોંચી

શહેર અને જિલ્લામાં 2થી 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આગામી બે દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી છે. ઉપરવાસમાં વરસાદથી ઉકાઇ ડેમમાં 19725 ક્યુસેક પાણીની આવક રહેતા સપાટી 325.65 ફૂટ પર પહોંચી છે. કોઝવેની સપાટી 5.69 મીટર થઇ છે. વરાછા-બીમાં 90, વરાછા-એમાં 78, સેન્ટ્રલમાં 57, કતારગામમાં 35 મીમી, લિંબાયતમાં 28, અઠવામાં 20 અને ઉધનામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં કામરેજમાં 103 મીમીવરસાદ નોંધાયો હતો.

6 કિમીની ગતિએ પવન ફૂંકાયા
​​​​​​​હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી હતું. સવારે ભેજનું પ્રમાણ 87 ટકા અને સાંજે 83 ટકા હતું. સાઉથ વેસ્ટ દિશાથી 6 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. સુરત શહેરનો સિઝનનો કુલ વરસાદ 771 મીમી (30.84 ઇંચ) થઇ ગયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નાનપુરા માછીવાડ મેઇન રોડ પર 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો હતો.


from Divya Bhaskar https://ift.tt/2EAGYyp

Comments