કોરોના ડરથી 25 ટકા વસ્તી શહેર છોડી વતન પહોંચી, સુરત વુહાન બનવા તરફ: ચાવડા

સરકારે શરૂઆતના દિવસમાં ટેસ્ટીંગ વધાર્યા હોત તો ગંભીર સ્થિતિનું નિર્માણ ન થયું હોત. આજે સુરત વુહાન બનવા તરફ આગળ વધ્યું છે. કોરોના ડરથી સુરતની 25 ટકા વસ્તી શહેર છોડી વતન જતી રહી હોવાનો આક્ષેપ સ્મીમેરની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ ન થતાં સંક્રમણ વધ્યું છે. જરૂરી વેન્ટીલેટર, ઇંજેકશનની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં નથી. સરકાર માત્ર રાજકીય કાર્યક્રમો અને ચૂંટણીમાં જ વ્યસ્ત છે. રાજકીય પાર્ટીને કાર્યક્રમોમાં કોરોના નથી નડતો એવા મિડીયાના પ્રશ્નના જવાબમાં અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં અને લોકશાહી બચાવવા માટેના કાર્યક્રમો કર્યા હતા. અમે ભાજપની જેમ કાર્યકરોની ભીડ એકત્ર કરવાનું કામ નથી કર્યુ? તેમણે આંજણા ટેનામેન્ટના 416 ઘરોના રહીશોની મુલાકાત પણ લીધી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્મીમેરની મુલાકાત લીધી હતી.


from Divya Bhaskar https://ift.tt/30bq01R

Comments