વરાછા-બી ઝોન: એકસાથે 2.70 લાખ લોકો કોરોન્ટાઇન મુક્ત થયા

વરાછા બી ઝોનમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતાં સુરત મહાનગર પાલિકાએ આજે એક જ સાથે 8 અલગ અલગ વિસ્તારોના 49,877 ઘરમાં રહેતા 2.17 લાખ લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ આપી છે. મોટાવરાછા ફાયર સ્ટેશનથી સુદામા ચોક વિસ્તારના 4243 ઘરના 19120, મોટાવરાછા ખરી ફળિયાના 175 ઘરના 690, સરિતા દર્શન, સરિતા સંગમ, સુરભી નંદનવન, સ્નેહ મિલન બંગ્લોઝ, નિર્મળનગર, હરીકુંજ સોસાયટીના 2545 ઘરના 11339, પુણા વિસ્તારમાં આવેલ ઇશ્વર કૃપા, પ્રભુકૃપા, ભગવતી કૃપા, સરથાણામાં આવેલ આનંદ પાર્ક, અનમોલ પાર્ક, નીલકંઠ હાઇટસ, પાર્વતીનગર, લક્ષ્મીનગર, સંસ્કાર વિલા, મોટા વરાછા ધર્મનંદન રો હાઉસ, રવિ પાર્ક સોસાયટી, હરીક્રિષ્ના પાર્ક, શિવમ રો હાઉસ, સત્યમ રો હાઉસ, શ્યામ એન્ટિલા વિસ્તાર, હરિઓમનગર, ગીરીરાજ સોસાયટીના 8992 ઘરના 39990 લોકોને હોમ ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ ઉપરાંતનાના વરાછા મોમાઇ નગરથી રૂક્ષ્મણી સોસાયટી, સિલ્વર ચોકથી આશાદીપ વિદ્યાલય, પ્રમુખ છાયાથી મહાલક્ષ્મી સોસાયટીના 7061 ઘરના 30553 લોકો, મોટા વરાછા રામચોકથી ભક્તિનંદન ચોક, સરથાણા સાંસ્કૃત રેસીડેન્સી, સ્વસ્તિક ટાવર, ગોવિંદ પાર્ક, પુણામાં આવેલ બાલકૃષ્ણ સોસાયટી, અર્જુનનગર, શંકરનગર, સ્વર્ગ રેસીડેન્સી, સીમાડાની શિવદર્શન સોસાયટીના 11,401 ઘરના 48,440 લોકો અને પુણા કિરણચોકથી યોગીચોક, લક્ષ્મણનગરથી કારીગલ ચોક, મહાવીર ચોકથી યોગીચોક વિસ્તારના 11,802 ઘરના 51,985 મળી કુલ 49,877 ઘરના 2,17,499 લોકોને હોમ ક્વોરન્ટાઇનમાંથી છૂટા કરવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/30coz2U

Comments