ભાટપોરમાં 29 લાખના ગેરકાયદે કેમિકલ સાથે 7 આરોપી ઝડપાયા

ઈચ્છાપોર પોલીસની હદમાંથી સીઆઈડી ક્રાઇમે ગેરકાયદે ચાલતું કેમિકલ ચોરીનું ગોડાઉન પકડી પાડયું છે. ગોડાઉનમાંથી 29.26 લાખનો મુદામાલ કબજે કર્યો છે. ભાટપોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જીઆઈડીસીના ઈચ્છાપોર પ્લોટમાં ગોડાઉનમાં કેમિકલના ટેન્કરોમાંથી સીલ તોડી કેમિકલ ચોરી કરી કરવાની હકીકતો સીઆઇડી ક્રાઇમને મળી હતી. જેમાં ટેન્કરનો ટેન્કરનો ચાલક ગુરુબચ્ચનસીંગ સિંઘુ જીઆઇડીસીમાં કેમિકલની ગાડીઓ લાવવાનું કામ કરતો આશિષ રાજપૂત, કેમિકલના ભાવથી લઈને ગોડાઉનના હિસાબની દેખરેખ રાખનાર જતીન મૈસુરીયા, ટેન્કરોમાંથી સીલ તોડવામાં માહિર એવા કેમિકલ માફીયા માંગીલાલ માલી ઉપરાંત ગોડાઉનમાં કામ કરતા ત્રણ મજૂરોમાં કાલુસીંગ રાજપૂત, ચંદન ગુપ્તા અને પન્નાલાલ સાલવીની સામે સીઆઈડી ક્રાઇમ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. વધુમાં નીતીન બટકો અને માંગીલાલ માલી બન્ને મિત્રો છે અને વર્ષાથી કેમિકલનો વેપલો કરે છે. ઉપરાંત કેમિકલ ચોરીમાં એક ફાઇનાન્સરની પણ સંડોવણી હોવાની આશંકા છે. નીતીન બટકાની કોલ ડિટેઇલ્સ તપાસ કરાય તો કેટલાક પોલીસકર્મીઓની પણ કેમિકલના વેપલામાં સંડોવણી બહાર આવી શકે છે. માંગીલાલ માલી અગાઉ કોસંબામાં કેમિકલ ચોરીમાં પકડાયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3jYqC2L

Comments