સુરતની 2 સ્ટુડન્ટ્સે શોધ્યો એસ્ટ્રોઇડ, નાસાની સ્વીકૃતિ

સુરતની પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વૈદેહી વૈકરિયા અને રાધીકા લાખાણીએ અંતરીક્ષમાં મંગળ ગ્રહ પાસે એક એસ્ટ્રોઇડની શોધ કરી છે. બંને વિદ્યાર્થીનીઓએ સ્પેસ અને ઓલ ઇન્ડિયા એસ્ટરોઇડ કેમ્પેઇનમાં ભાગ લીધો હતો. આ બે મહિનાનો પ્રોગ્રામ સ્પેસ ઈન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં તેમને બ્રહ્માંડમાં સ્થિર અને પરિભ્રમણ કરતા ગ્રહોની શોધખોળ કરવા અંગેનું એક મિશન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત આ વિદ્યાર્થીનીઓએ મંગળની નજીક ભ્રમણકક્ષામાં ફરતો એક ક્ષુદ્રગ્રહ શોધી કાઢ્યો હતો.

જેને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(NASA)એ HLV2514નામ આપ્યું છે. જે અંગે નાસાને પણ જાણ કરવામાં આવી હતી. જેને લઇ નાસાએ પણ સ્વીકૃતિ આપી છે. આ પ્રોજેક્ટમાં વિધાર્થીઓને પેન સ્ટાર ટેલિસ્કોપ અમેરિકાના હવાઈ ખાતે આવેલ છે,તેના દ્વારા લેવામાં આવેલ ફોટોગ્રાફને વિધાર્થીઓ દ્વારા અદ્યતન સોફ્ટવેર અને આ ટેકનિકનો ઉપયોગ કરી ક્ષુદ્રગ્રહ શોધ કરવામાં આવી છે. તેમણે સ્પેસમાં 20 ઓબ્જેક્ટને કેન્દ્રિત કર્યા છે. જેમાં એક લકી નીકળ્યો. અને તેને એક રેન્ડમ નામ આપવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3jQ50W5

Comments