વરાછા ઝોન-એ, બીમાં બે દિવસમાં 3 લાખ 2 હજાર લોકોને કલસ્ટરમાંથી મુક્તિ

કોરોનામાં સૌથી વધુ ઇન્ફેક્ટેડ વિસ્તારો વરાછા ઝોન-એ અને વરાછા ઝોન-બીમાં છે. છેલ્લા બે મહિનાથી આ કલસ્ટર વિસ્તાર તરીકે જાહેર થયેલા બંને ઝોનમાં સંક્રમણનું પ્રમાણ આખરે ઘટતાં 67,569 ઘરોના કુલ 3,01,901 લોકોને ક્લસ્ટરમાંથી મુક્તિ મળી છે.

કુલ 3 લાખ 2 હજાર લોકો ક્લસ્ટરમાંથી મુક્તિ મેળવી
પાલિકાએ ગત બુધવારે વરાછા ઝોન-બીના મોટા વરાછા, પૂણા, સરથાણા, નાના વરાછા, સીમાડા, યોગી ચોક સહિતના વિસ્તારોની સોસાયટીઓને ક્લસ્ટર માંથી મુક્ત કરી હતી એટલે 2,17,499 લોકો ફરજિયાત હોમ કોરન્ટાઈન માંથી મુક્ત થયા હતા. જ્યારે ગુરુવારે વરાછા ઝોન-એ ના એલ.એચ. રોડ, હીરા બાગ, એ.કે.રોડ, ભવાની સર્કલ, દેવજી નગર વગેરે સહિતના વિસ્તારોમાં 17,692 ઘરોના 83,402 લોકોને તથા તે વિસ્તારોમાં આવેલા ડાયમંડ યુનિટો, હીરાના કારખાનાઓ ને ક્લસ્ટર માંથી મુક્તિ આપી છે. આમ, કુલ 3 લાખ 2 હજાર લોકો ક્લસ્ટરમાંથી મુક્તિ મેળવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કલસ્ટરમાંથી મુક્તિ મળતા એરિયાને સેનિટાઈઝ કરવામાં આવ્યુ


from Divya Bhaskar https://ift.tt/3hWMAkR

Comments