સુરતી બિલ્ડરને ત્યાં દોઢ લાખ ચોરનાર 3 રાજસ્થાનથી પકડાયા

રાજસ્થાનના ડુંગરપુરના ગામમાંથી 395 કિલોમીટરનું બાઇક ત્રિપલ સવારી કાપીને સુરત બિલ્ડરના બંગલામાંથી 1.50 લાખની રોકડ ચોરી કરી ત્રણેય જણા પાછા રાજસ્થાન ભાગી ગયા હતા. આ ટોળકીને ઉમરા પોલીસની ડી સ્ટાફની ટીમે રાજસ્થાનથી પકડી લાવી દોઢ લાખની રોકડ કબજે કરી છે. ત્રણેયનું દોઢથી બે લાખનું દેવું થયું હતું જેના કારણે સુરતમાં અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતા બિલ્ડર જીગ્નેશભાઈ મગનભાઈ રાદડીયાના બંગલામાંથી 22મી તારીખે મંગળવારે દોઢ લાખની ચોરી કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2PemgWM

Comments