ટ્રેમાડોલ દવા એક્સપોર્ટ કરનાર 3ના જામીન નામંજૂર

3 અઠવાડિયા પહેલા DRIની ટીમે આફ્રિકાના દેશોમાં એક્સપોર્ટ થઈ રહેલી પ્રતિબંધિત ટ્રેમાડોલ ટેબલેટના જથ્થા સાથે એક્સપોર્ટ કરનારા હર્ષલ દેસાઈ, મેહુલ દેસાઈ અને તામેશ્વર યોગરાજની ધરપકડ કરી હતી. આ કેસમાં અગાઉ 45 લાખ નંગ દવાઓનો આગળ એક્સપોર્ટ થઈ ચૂક્યો છે.જ્યારે 3 અઠવાડિયા પૂર્વે રૂ. 15.21 લાખ ટેબલેટ એક્સપોર્ટ થઈ રહી હતી. ભારત સરકારના નોટીફિકેશન પ્રમાણે આ દવાનો એક્સપોર્ટ કરવું ગેરકાયદેસર છે.ત્રણેય આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. શુક્રવારે કોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકાર પક્ષે એડવોકેટ ધર્મેન્દ્ર પ્રજાપતિના દલીલોને ધ્યાને લઈને કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2D5OWyQ

Comments